અંતિમ યાત્રામાં કેમ બોલવામાં આવે છે ‘રામ નામ સત્ય હૈ’, જાણો ધર્મરાજ યુધિષ્ઠિરે શું કહ્યું હતું

ધાર્મિક

રામ નામનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે, જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે. આ દુનિયામાં કોઈ અમર નથી. જન્મ લેનારને એક દિવસ દુનિયા છોડવી જ પડે છે. ભગવાનનું નામ લેવાથી જિંગદીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો ઉંમર પુરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે.

રામ નામનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે, જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે. આ દુનિયામાં કોઈ અમર નથી. જન્મ લેનારને એક દિવસ દુનિયા છોડવી જ પડે છે. ભગવાનનું નામ લેવાથી જિંગદીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો ઉંમર પુરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે. હિંદૂ ધર્મ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા દરમિયાન આખા રસ્તે રામ નામ સત્ય હૈ બોલે છે. પરંતુ શું તમને ખબર છે કે, તેની પાછળ શું કારણ છે? આવો તમને જણાવીએ…

સાથે જાય છે કર્મના લેખા-જોખા:

માણસ આખી જિંદગી જમીન-મકાન, પદ અને પ્રતિષ્ઠા માટે દોડે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો સાથે છળ-કપટ પણ કરે છે. પરંતુ મૃત્યુ બાદ તેણે બધુ અહીં જ છોડીને જવું પડે છે. હિંદૂ માન્યતાઓ અનુસાર વ્યક્તિની સાથે તેના કર્મોનો હિસાબ પણ જાય છે. આ જ આધાર પર તેની મુક્તિ કે કોઈ યોનિમાં જન્મનો આધાર છે.

ભવસાગર પાર કરાવશે રામ નામ:

મનુષ્ય જ્યાં જન્મ લે છે ત્યાંના નિયમો તેણે પાળવા પડે છે. આયુષ્ય પૂર્ણ થયા બાદ માણસની અંતિમ યાત્રા દરમિયાન પણ ભગવાનનું નામ એટલે કે ‘રામ નામ’ તેનો સાથ આપે છે. માનવામાં આવે છે કે સૌથી પહેલા આ વાતનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિરે એક શ્લોકના માધ્યમથી કર્યો હતો. જે આ પ્રમાણે છે.

‘अहन्यहनि भूतानि गच्छंति यमममन्दिरम्.
शेषा विभूतिमिच्छंति किमाश्चर्य मत: परम्.’

શ્લોકનો અર્થ:

આ શ્લકોના અર્થ એ છે કે, મૃતકના સ્મશાન લઈ જતા સમયે તમામ રામ નામ સત્ય હૈ કહે છે. પરંતુ મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ ઘરે પાછા આવતાની સાથે જ આ નામને ભૂલીને ફરી મોહમાયામાં પડી જાય છે. લોકો મૃતકના પૈસા, ઘર વગેરેના ભાગ પાડવા મામલે ચિંતિત થઈ જાય છે. પ્રોપર્ટી મામલે ઝઘડવા માંડે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે એવું પણ કહ્યું કે, રોજ પ્રાણી મરે છે, પરંતુ અંતમાં તે પરિવારજનની સંપત્તિને ઈચ્છે છે. આનાથી મોટું આશ્ચર્ય ક્યું હશે?

શું છે હેતુ?

‘રામ નામ સત્ય હૈ, સત્ય બોલો મુક્તિ હૈ’ બોલવાનો મતલબ મૃતકને સંભળાવવાનો નથી હોતો પરંતુ શબયાત્રામાં સાથે સાથે ચાલી રહેલા પરિવારજનો,મિત્રો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને માત્ર એટલું સમજાવવાનું હોય છે કે જિંદગીમાં અને જિંદગી બાદ પણ માત્ર રામ નામ જ સત્ય છે. અને બાકી બધુ વ્યર્થ છે. એક દિવસ અહીં જ બધુ છોડીને જવાનું છે. આપણી સાથે આપણું કર્મ જ આવશે. આત્માને ગતિ માત્ર રામના નામથી જ મળશે.

માન્યતાઓ:

કોઈનું નિધન થવા પર રામ નામ લેવામાં આવે છે. જેનો અર્થ છે કે, જીવને મુક્તિ મળી ગઈ છે. આત્મા સંસારના ચક્રથી આઝાદ થઈ ગયો છે. એક અર્થ એવો પણ છે કે, આત્મા બધુ છોડીને ભગવાન પાસે જતી રહી છે. આ પરમ સત્ય છે. હિંદૂ શાસ્ત્રો અનુસાર રામ નામ સત્ય હૈ એક બીજ અક્ષર છે. રામ નામ જપવાથી ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. કેટલાક લોકોનું માનવું છે કે તેને જપવાથી મૃતકના પરિવારજનોને માનસિક શાંતિ મળે છે. આ દરમિયાન રામ નામ સત્ય સાંભળવાથી તેમને એ અહેસાસ થાય છે કે આ સંસાર વ્યર્થ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.