દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો તમે દાંતની સંભાળમાં બેકાળજી રાખો છો તો પણ તમે દાંતના દુખાવાથી દુખી થઈ શકો છો. તો આજે અમે તમને દાંતના દુખાવાને છૂ કરતાં ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશું…
1. હુંફાળુ પાણી
હુંફાળુ પાણી દાંતના દુખાવાથી છૂટકારો મેળવવામાં બહુ કારગર છે. હુંફાળા પાણીથી કોગળા કરવાથી બેક્ટેરિયા મરી જાય છે. આ ઉપરાંત હુંફાળુ પાણી મોંમાં રહેલી ગંદકીને પણ બહાર નીકાળે છે. તેમાં તમે મીઠું કે ફટકડી પણ નાંખીને કોગળા કરી શકો છો.
2.બરફ
તમારો જે દાંત દુખતો હોય ત્યાં કે તેની બહારની ચામડી પર બરફનો ટુકડો થોડી વાર મુકવાથી દાંતનો દુખાવો થોડા સમય માટે છૂ થઈ જાય છે.
3.લવિંગ
દાંતના દુખાવામાં લવિંગ બહુ જ અકસીર દવા છે. આ એન્ટિ ઈમ્ફલેમેન્ટરી, એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઓક્સીડેન્ટ અને એનસ્થેટિકની જેમ કામ કરે છે. લવિંગમાં રહેલા ઔષધિય ગુણોના કારણે તે દાંતના દુખાવામાં કારગર સાબિત થયું છે. તમે પાણીમાં 5 – 6 લવિંગ ઉકાળીને પણ તે પાણીથી કોગળા કરી શકો છો.
4.લસણ
દાંતમાં જ્યાં દુખાવો થતો હોય એ જગ્યા પર લસણની પેસ્ટ કરીને લગાવવી જોઈએ.
5. સરસવનું તેલ
સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે.
6.હીંગ
ચપટી હીંગમાં થોડો મોસંબીનો રસ ભેળવીને દુખતા દાંત પર લગાવવાથી દુખાવો ગાયબ થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.