હનુમાન જયંતી આ વર્ષે 16 એપ્રિલ શનિવારે છે. પવનપુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમની તિથિએ મંગળવારે થયો હતો. આ દિવસે આપણે બજરંગબલીની પૂજા કરીએ છીએ અને તેમને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરીએ છીએ. આ વખતે હનુમાન જયંતી શનિવારે છે.
શનિવારે સંકટમોચન હનુમાનજી અને કર્મફળદાતા શનિ દેવની પૂજા કરવામાં આવે છે. શનિ દોષ, સાઢે સાતી અને ઢૈય્યાથી બચવા માટે તમે હનુમાનજીની પૂજા કરી શકો છો. શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન કરતા નથી. હનુમાન જયંતીના દિવસે કેટલાક આસાન ઉપાય (Shani Dosh Upay) કરીને શનિ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. ચાલો જાણીએ એ ઉપાયો વિશે.
1. હનુમાન જયંતી નિમિત્તે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ પૂજા સ્થાન પર બજરંગબલીની પૂજા બાદ સુંદરકાંડનો પાઠ કરો. જેમાં હનુમાનજીના ગુણો, વિશેષતાઓ, પરાક્રમ, સાહસ વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આના પાઠ કરવાથી દુ:ખ, પરેશાની, રોગ, દોષ દૂર થાય છે. શનિની સાડાસાતી અને ઢૈય્યાથી રાહત મળે છે.
2. હનુમાન જયંતી પર સવારે બજરંગબલીની વિધિવત પૂજા કરો. તેમને લાલ ફૂલ, લાલ ચંદન, અક્ષત, મોતીચૂર લાડુ અર્પણ કરો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસા પવનપુત્રને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે. આમ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ દોષથી મુક્તિ મળે છે.
3. શનિદેવે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ હનુમાન ભક્તને પરેશાન નહીં કરે. જો તમે શનિદેવની સાઢે સાતી અને ઢૈય્યાથી પરેશાન છો તો હનુમાન જયંતીના અવસર પર બજરંગ બાણનો પાઠ કરો. આનો પાઠ કરવાથી શનિ પીડામાંથી મુક્તિ મળશે.
4. હનુમાન જયંતીના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીને ચમેલીનું તેલ ચઢાવો. તે હનુમાનજીને પ્રિય છે. આમ કરવાથી શનિદેવની સાઢે સાતી અને ઢૈય્યાથી રાહત મળે છે.
5. હનુમાન જયંતીના અવસર પર હનુમાનજીને લાલ ગુલાબની માળા ચઢાવો. ત્યારબાદ પીપળના 11 પાનને સાફ કરી લો. તેના પર રામ નામ લખો અને હનુમાનજીને અર્પણ કરો. આમ કરવાથી શનિ દોષથી છુટકારો મળશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.