શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલો, ભોલાનાથ પ્રસન્ન થવાને બદલે ગુસ્સે થઈ જશે…

ધાર્મિક

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરે છે. ભક્તો આખો મહિનો શિવને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસ કરે છે. આ મહિનામાં કેટલાંક ખાસ કામ શુભ માનવામાં આવે છે.

જ્યારે અમુક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો ન કરવાનું કામ કરશો તો ભોળાનાથ થઈ શકે છે નારાજ. ત્યારે અમે તમને જણાવીશું કે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ.

શ્રાવણ મહિનામાં કરો આ કામ:

શ્રાવણ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવતી તમામ પૂજા ભગવાન શિવ પર કેન્દ્રિત થવી જોઈએ. શ્રાવણના મહિનામાં દરેક દિવસે ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ. જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો શ્રાવણના સોમવારે મંદિર જઈને ભગવાન શિવને ચંદનનું તિલક લગાઓ. પુષ્પ અર્પણ કરો અને તેમને જળ ચઢાઓ. આમ કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણના મહિનામાં પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખો. શ્રાવણના મહિનામાં હળવું ભોજન કરો અને તેવું ભોજન કરવાથી બચો જેને પચવામાં વધારે સમય લાગતો હોય. એવું માનવામાં આવે છે કે શ્રાવણના મહિનામાં પાચન તંત્ર ધીમી ગતિથી કામ કરે છે. જો આ મહિનામાં ખાવા-પીવાનું ધ્યાન નહીં રાખીએ તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શું ધ્યાન રાખશો:

શ્રાવણ મહિનામાં કીડા-મકોડા વધારે નીકળે છે જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે. આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો. આ આખો મહિનો પોતાના ઘરમાં સુગંધિત ધૂપ જરૂર કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે. આખા શ્રાવણ મહિનામાં દિવસમાં એકવાર ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી જીવનમાં કષ્ટ દૂર થાય છે. જે લોકો કોઈ લાંબા સમયથી બીમારીના કારણે પરેશાન છે.

તે શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે. તમે ઘરમાં કોઈ પંડિતને બોલાવીને આ મંત્રનો જાપ કરો. તેનાથી તમે આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેશો. શ્રાવણના મહિનામાં જે લોકો દરરોજ આરતી કરે છે, તેમને ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળે છે.

શ્રાવણમાં આ કામ ન કરશો:

શ્રાવણના મહિનામાં માંસ-મદિરાનું સેવન ન કરશો. જે લોકો નોનવેજ ખાય છે તેમણે શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ. તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે.

ખોટું બોલીને કોઈ કામ ન કરશો:

આ મહિનામાં ખોટું બોલીને કોઈપણ કામ ન કરશો. ભોલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે લોકો જૂઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે. તેમને ભગવાન સારું ફળ આપતાં નથી.

સિનિયર સિટીઝન-મોટા લોકોને ખુશ રાખો:

આ મહિનામાં મોટા લોકો અને સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે. તેમના અનાદરથી બચો અને સેવાભાવથી તેમને ખુશ રાખો. કોઈપણ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનુ મન દુખી થાય અને તે નારાજ થઈ જાય. ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો. ક્રોધ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે.

વ્રતને અધૂરું છોડશો નહીં:

જો તમે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાંક લોકો ચાર સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ બે કરીને છોડી દે છે. આવું ન કરશો. જો તમે સક્ષમ ન હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન લેશો. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી શ્રાવણનો મહિનો તમારા માટે બહુ જ શુભદાયી નીવડશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *