સોમવતી અમાસ પર તુલસીજી પર ચડાવી દો આ 1 વસ્તુ, થશે ધનવર્ષા…

ધાર્મિક

સનાતન ઘર્મ માં પૂર્ણિમા અને અમાસનું એક ખાસ મહત્વ હોય છે.  કૃષ્ણ પક્ષ ની અંતિમ તારીખે અમાસ આવે છે.  જો આ અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે.  ચૈત્ર મહિનામાં સોમવતી અમાસ શું છે તેનું મહત્વ જાણીએ..

સોમવારે અમાસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે.  આપણા ધર્મશાસ્ત્ર મુજબ સોમવતી અમાસે કરવામાં આવેલું દાન પુણ્ય અને પૂજાનું વિશેષનું મહત્વ છે.  માન્યતા છે કે, સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ,શાંતિ સમૃદ્ધિના આશિષ મળે છે.

સોમવતી અમાસનું મહત્વ:

પુરાણ મુજબ સોમવતી અમાસના દિવસે સ્નાન દાનની પરંપરા છે. આજના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.  જો ગંગા સ્નાન શક્ય ન હોય તો નદીમાં સ્નાન કરીને શિવ પાર્વતીની પૂજા કરવી.  તુલસીજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.  સોમવતી અમાસે તુલસીજીની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે.

જો કુંડલીમાં પિતૃ દો-ષ હોય તો અમાસના દિવસે તર્પણ કરવાથી પિતૃના આશિર્વાદ મળે છે.  પતિના દિર્ધા-યુ માટે સુહાગન આજના દિવસે ઉપવાસ પણ કરે છે.  સુખ સમૃદ્ધિ અને શાંતિના આશિષ મેળવવા માટે સોમવતી અમાસનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે.  સોમવતી અમાસમાં જે રીતે તુલસીજી અને પિતૃની પૂજા અર્ચનાનું મહત્વ છે.  તેવી જ રીતે સોમવતી અમાસમાં શિવ ઉપાસના સાધનાનું પણ મહત્વ છે.  સોમવતી અમાસના દિવસે મહાદેવને જલાભિષેક કરીને વિશેષ પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળ મળે છે.  સોમવતી અમાસના દિવસે શિવ મંદિર જઇને દર્શન અવશ્ય કરવા, પીપળાને જળ અર્પણ કરવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે.

તુલસીજી પર ચડાવી દો આ વસ્તુ

જો તમામ પ્રયત્નો પછી પણ વ્યક્તિના જીવનમાં પૈસાનો સંચય ન થાય.  અથવા અમુક કે બીજા કિસ્સામાં નાણાં ખર્ચાતા રહે છે.  તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં સોમવતી અમાસ ના દિવસે તુલસી માં ની પૂજા કરવી જોઈએ.  આ માટે સૌથી પહેલા તુલસીને પાણી અને ફૂલ અર્પણ કરો.  આ પછી,  ધૂપ – દીવો બતાવીને, શ્રદ્ધા સાથે  ‘શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ’  મંત્રનો જાપ કરો,  108 વખત પ્રદક્ષિણા કરો.  તમારા જીવન અને સમૃદ્ધિમાં તમામ મુશ્કેલીઓ અને અવ-રોધો દૂર કરવા માટે તુલસી માં ને પ્રાર્થના કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *