જાણો, રાંધણ છઠ મનાવવા પાછળનું પૌરાણિક મહત્વ અને મહિમા

ધાર્મિક

શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. હવે તહેવારો શરૂ થતાં હોઇ ચાર દિવસ તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહેશે.

સમગ્ર હિઁદુ સમાજમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે છે. કારણ કે આ મહિનો શાસ્ત્રોકત રીતે શિવ ઉપાસના માટે સવe શ્રેષ્ઠ છે તેમજ તે દરમિયાન ઉપવાસ અને પવિત્ર ધર્મગ્રંથોના શ્રવણ અને પઠનને અતિ પુનિત માનવામાં આવે છે. બીજી તરફ આધ્યાત્મ સાથે આ માસમાં આવતાં તમામ ધામિeક તહેવારોમાં ઉજવણીનો પણ સંયોગ હોવાથી આ દિવસો દરમિયાન ભિકતસભર ઉત્સાહનું વાતાવરણ ઉભું થાય છે.

આજે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઇ રહ્યો છે. છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવશે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે. તેના બીજે દિવસે શ્રાવણ વદ આઠમે કનૈયાનો જન્મદિવસ જન્માષ્ટમીની પારંપરિક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે મેળા ભરાશે તેમજ રાત્રે તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને લાલાને પારણે ઝુલાવવા ભાવિકોની કતારો જામશે. નોમના દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમજ ઉપવાસીઓ પારણાં કરશે. આમ ચાર દિવસ અત્ર, તત્ર સર્વત્ર ધાર્મિકતા સાથે આનંદ અને ઉત્સાહ છવાયેલો રહેશે. તેમાંયે નાના ભૂલકાંઓને તો ખાવા પીવા અને રમવાની મજા પડી જશે.

રાંધણ છ્ઠ અને એનું ખાસ મહત્વ

રાંધણ છઠ નિમિતે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત રહે છે. જેમાં થેપલા,વડા, પૂરી ,લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર વિવિધ ફરસાણ અને મિષ્ટાન્ન. હવે આધુનીક યુગ માં પાણીપૂરી, ભેળ પૂરી, વેજ સેન્ડવીચ ને ફ્રૂટ સલાડ વગેરે જેવી વાનગીઓની ઘરે ઘરે સુગંધ આવે છે અને જાત જાતની વાનગીઓ બનાવી રાત્રે ચુલો ઠારવામાં આવે છે. રાંધણ છઠે બનાવેલી આ વાનગીઓ શિતળા સાતમે આરોગવાની પરંપરા આજ સુધી જળવાઈ રહી છે.

અધધધ… વાનગી ઓ જોઈ ને જ પેટ ભરાઈ જાય, સારું છે કે આ બધું બીજે દિવસે ખાવાનું હોય.

લોકવાયરા મુજબ આજે મોડી રાતે શિતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ કરી ચુલાને ઠારવામાં આવે છે. સગડી/ગેસ/ચુલાની પૂજા કરવામાં આવે છે.

બીજા દિવસે એટલેકે શિતળા સાતમે સહ પરિવાર ઠંડો ખોરાક આરોગી ટાઢી શેરની ઉજવણી કરે છે. શિતળા માતાના મંદિરે મહિલાઓ સહ પરિવાર પૂજાપાઠ માટે ઉમટી પડે છે. આ પવિત્ર પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે.

જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય કરીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ-વિધાન સહિત પૂજા કરવી જોઇએ. ચૂલો, સગડી કે ગેસના ચૂલા ઘરના દેવતા છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિદેવના ઉપકારને કેવી રીતે ભૂલી શકાય? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી, ચુલો, ગેસ જેવા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આ દિવસે ચૂલાનું પૂજન કરી શીતળા માતાના મંદિરે છઠ્ઠની બનાવેલી રસોઈનો ભોગ ધરાવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *