સોલંકી વંશમાં એક મહાપુરુષ થઈ ગયાં જેનું નામ છે વીર વચ્છરાજ તેમની ગાથા તમે ચોક્કસ સાંભળી હશે.
આજે અમે તેમના ઇતિહાસ વિષે થોડું જણાવીએ, આ એ સમયની વાત છે જ્યારે વીર વચ્છરાજના લગ્ન થાય છે જ્યારે તેવો લગ્ન મંડપમાં ફેરા ફરતા હોય છે તે બે ફેરા પૂર્ણ કરે છે પરંતુ ત્રીજો ફેરો ફરી શકતા નથી. કારણકે જ્યારે ત્રીજો ફેરો ફરવા જાય છે તો તેને કોઇની બૂમો સંભળાય છે કે લું-ટેરાઓ ગાયો લૂ-ટવા આવ્યા છે અને તે સાંભળી વીર વચ્છરાજ ત્રીજો ફેરો ફરતા ઊભા રહી જાય છે. તેમજ ત-લવાર લઈને ગાયોને બચાવવા જાય છે, ગાયો ને તો બચાવી લીધી પરંતુ લ-ડતા લ-ડતા તેઓ વીરગતિ પામે છે. તેમની સમાધિ પણ ત્યાં જ કચ્છના રણમાં આવેલી છે.
ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ત્યારે સરસ્વતી નદી કચ્છના રણમાંથી પસાર થતી હતી પરંતુ અત્યારે તેનું અસ્તિત્વ નથી. વીર વચરાજ દાદાની કૃપાથી આજે એક જ જગ્યા એવી છે જ્યાં સરસ્વતી નદીનું મીઠું પાણી મળે છે
તે વાછડાદાદાનો પ્રતાપ કહી શકાય. વીર વાછડા દાદાનું ભવ્ય મંદિર જે કચ્છના રણમાં આવેલું છે. અને ત્યાં સમગ્ર વિસ્તારમાં ખરું પાણી છે.
કચ્છનું રણ એક એવી જગ્યા છે જયા એક પણ વૃક્ષ નથી પરંતુ વાછડા દાદાના મંદિરે ઘણા બધા વૃક્ષો જોવા મળે છે તે પણ દાદા નો ચમત્કાર કહેવાય. આ જગ્યાને કચ્છનું રણ કહેવાય પરંતુ હકીકતમાં તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આપણે પણ વીર વાછડા દાદા ના મંદિરના દર્શન નો લાભ એક વાર તો લેવો જ જોઈએ, ઘણા વ્યક્તિ વીર વાછડા દાદા ના દર્શન કરવા જાય છે જેનો ખૂબ મહિમા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.