ચારણ કન્યા તરીકે માં ખોડલ વરાણા ખાતે 1200 વર્ષ પહેલા આવીને વસ્યા હતા. તેથીજ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે.
પાટણ : સમી તાલુકામાં ના વરાણા ગામમાં આવેલું 1200 વર્ષ જુનુ મા ખોડિયારનું મંદિર નિ:સંતાન માતા – પિતાની મનોકામના પૂર્ણ કરે છે. અને તેમનાં ઘરે અવશ્ય પારણું બંધાય છે. ચારણ કન્યા તરીકે માં ખોડલ વરાણા ખાતે 1200 વર્ષ પહેલા આવીને વસ્યા હતા અને તેથીજ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે.
વઢિયાર પંથકના સર્વે જ્ઞાતિના લોકો ઘરે પારણું બંધાય ત્યારે વરાણા ખોડિયાર માતાએ સવામણ પ્રસાદી ચઢાવવામાં આવે છે અને તે પ્રસાદી તલ અને ગોળથી બને છે જેને ઘાણી કહેવાય છે. 15 દિવસના આ મેળામાં હજારો લોકો પોતાની બાધાઓ પુરી કરે છે અને જેમાં લાખો કિલો તલની ઘાણીનો પ્રસાદ માતાજીને ચઢાવાય છે .
મંદિરનાં પૂજારી દેવીદાન ગઢવીનું કહેવું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટ્યા હતા. ખાસ જ્યારે કોઈના ઘરે પારણું બંધાય ત્યારે વરાણા ખોડિયાર માતાને લોકો સવામણ પ્રસાદી ધરાવે છે અને પ્રસાદી તલ અને ગોળથી બનાવાય છે, જેને ઘાણી કહેવામાં આવે છે. ઘણાં લોકોને માતાજી એવાં ફળ્યા છે કે માનતા માન્યાનાં 15 દિવસમાં જ તે લોકો પોતાની માનતા પણ પુર્ણ કરતા હોય છે.
અમદાવાદથી આવેલા રેખાબેન દવે જે આ મંદિરનાં પરમ શ્રદ્ધાળુ છે તેમનું કહેવું છે કે, વર્ષોથી જેના ઘરે પારણાં ના બંધાયા હોય તેવા સંતાન પ્રાપ્તિ માટે અહીંયા વરદાન મેળવવા આવતા હોય છે અને પારણાં બંધાયા બાદ સવામણ ઘાણીનો પ્રસાદ ચઢાવે છે. બાધા રાખેલ બાળકને લાવીને માતાજીના ચરણે નતમસ્તક કરાવવામાં આવે છે અને તેથીજ વરાણાના ખોડિયાર માતાને બાળકોની બા માનવામાં આવે છે.
વઢિયાર પંથકના લોકોની કુળદેવી માં ખોડિયારના દર્શને 15 દિવસમાં 20 લાખ લોકો આવે છે પાટણ જિલ્લામાં રાજકીય નેતા હોય પોલીસ કર્મચારીઓ હોય કે ધંધાદારીઓ સર્વે લોકો આ 15 દિવસના માતાજીના મેળામાં આવે છે ખોડિયારમાતાના આશીર્વાદ લઈને શુભ કાર્ય માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.