હિન્દુ ધર્મના આ પ્રતિકો કામમાં આવતી બાધાઓને દૂર કરે છે, જાણો આ ચિન્હો પાછળનો અર્થ…

ધાર્મિક

ઘર, દુકાનો અને ઓફિસ વગેરે જગ્યાએ સકારાત્મક ઉર્જા વધારવા માટે આ પ્રતિક રાખવામાં આવે છે  અને  આ પ્રતિકને કારણે કામમાં આવતી બાધાઓ દૂર થાય છે એવી માન્યતા હોય છે.

રેક ધર્મના કેટલાક પ્રતિક હોય છે જે ચિન્હો તે ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘર,  દુકાનો અને ઓફિસ વગેરે જગ્યાએ સકારાત્મક ઉર્જા વધારવા માટે આ પ્રતિક રાખવામાં આવે છે અને આ પ્રતિકને કારણે કામમાં આવતી બાધાઓ દૂર થાય છે એવી માન્યતા હોય છે.  જેમાં સૌ પ્રથમ ૐ આવે છે.

ૐ : ૐ ને બ્રમ્હાંડનો અવાજ ગણવામાં આવે છે.  આ ૐ અ ઉ અને મ નાં ઉચ્ચારથી બને છે.  ૐ બ્રમ્હા વિષ્ણુ અને મહેશ તથા ભૂ : લોક,  ભૂવ : લોક અને સ્વર્ગ લોકનું પ્રતિક મનાય છે.

સ્વસ્તિક : દરેક શુભ કાર્યો કરતી વખતે સ્વસ્તિક દોરવામાં આવે છે.  ઘરના દરવાજા પર કંકુ વડે સ્વસ્તિક દોરી શુભ લાભ લખવામાં આવે છે.  તે સૌભાગ્ય શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે એના ડાબા ભાગમાં બીજ મંત્ર હોય છે,  જે શક્તિ સ્વરૂપ છે અને ચાર ટપકાંમાં ગૌરી, પૃથ્વી સહિત અનંત દેવતાઓનો વાસ હોય છે.  આ કારણે સ્વસ્તિકનું ચિન્હ વાર્ષિક હિસાબ લખવાના ચોપડામાં પણ દોરાય છે,  જેને ચોપડાપૂજન દરમિયાન દોરવામાં આવે છે.  જેના કારણે ધન, વૈભવ અને લક્ષ્મીજીના આર્શીવાદ પ્રાપ્ત થાય છે.

કળશ :  સમુદ્ર મંથન સમયે કળશ નિકળેલો.  કળશ એટલે ઘડો.  કળશ માટી અને તાંબાની ધાતુનો કળશ પાણી ભરીને ઉપર આંબાના પાંચ પાન અને ઉપર શ્રીફળ રાખીને કંકુનો સાથિયો દોરીને નાડાછડી બાંધીને રાખવામાં આવે છે.

શંખ :  શંખ સમુદ્ર મંથન સમયે નિકળેલા 14 રત્નો પૈકી એક છે અને લક્ષ્મીજી સાથે નિકળેલો હોવાથી લક્ષ્મીજીનો ભાઈ ગણાય છે.  શંખ સૂર્ય ચંદ્રની જેમ દેવતા છે અને એના મધ્ય ભાગમાં પવન દેવ,  પાછળ બ્રમ્હા,  આગળ ગંગા નદી અને સરસ્વતી નદીનો વાસ ગણાય છે અને શંખનાદથી રોગના જંતુઓ ના-શ પામે છે  એટલે આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *