આંબલી માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ હેલ્થ બેનિફિટ માટે પણ જાણીતી છે.
આંબલી માં વિટામિન-સી, ઈ અને બી ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આંબલીમાં રહેલા એન્ટઓિક્સડેન્ટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરે
આંબલીમાં બ્લડશુગર લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતા છે. આંબલીના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ શોષાતું નથી, પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ આમલી ખાવી હિતાવહ છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
આંબલીના પલ્પનો અર્ક સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આંબલીમાં રહેલા હાઇડ્રોસાઇટ્રિક એસિડ શરીરમાં બનેલી ચરબીને ધીરે ધીરે ઘટાડીને ઓવરઈટિંગ અટકાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
આંબલીમાં વિટામિન-સી જોવા મળે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક અને ઉપયોગી પોષકતત્ત્વ માનવામાં આવે છે. આમલીના બીજમાં પોલિસેકરાઇડ તત્વો જોવા મળે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
લાલ રક્તકણ વધારે
આંબલીમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં તેમજ લાલ રક્તકણ બનાવવામાં મદદ કરે છે.
હૃદય તંદુરસ્ત રાખે
હૃદયને તંદુરસ્ત રાખવામાં પણ આંબલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેમાં પ્લાન્ટ કોમ્પોનેન્ટ હોય છે, જેનાથી હૃદયને ઓિક્સડેટિવ ડેમેજ અને બીમારીથી રક્ષણ મળે છે.
મેગ્નેશિયમનું ભરપૂર પ્રમાણ
આંબલીમાં મેગ્નેશિયમ બહોળા પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ શરીરનાં ૬૦૦ ફંક્શન પૂર્ણ કરવામાં મદદ કરે છે, તેના કારણે બ્લડપ્રેશર અને ડાયાિબટીસમાં રાહત મળે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.