વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડુ, બેડરૂમ, દાદર, મંદિર વગેરે દો-ષરહિત હોવા જોઈએ. આ તમામ સ્થાનમાં સૌથી વધારે મહત્વ હોય છે મંદિરનું વ્યક્તિના ઘરનું મંદિર દો-ષરહિત હોવું જરૂરી છે.
વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં મંદિર હોય તેમ છતાં જો મંદિરમાં મૂર્તિઓની ગોઠવણ બરાબર ન હોય કે પછી મૂર્તિઓ એવી રાખી હોય કે જેને ઘરમાં સ્થાન ન આપવું જોઈએ તો પણ વાસ્તુ દો-ષ સર્જાય શકે છે.
ઘરના મંદિરમાં મૂર્તિઓની સ્થાપના યોગ્ય દિશા અને સ્નાન પર કરવી જોઈએ. એકવાર જો યોગ્ય રીતે મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી દેવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા નડતી નથી.
મંદિરમાં ક્યારેય ધૂળ માટી ન જામે તેનું ધ્યાન રાખવું. મંદિરમાં અંધારું પણ ન થવા દેવું. રાત્રે પણ મંદિર પર નાનો લેમ્પ ચાલુ રહે તે વાતનું ધ્યાન રાખવું. આ ઉપરાંત મંદિરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી. આ સિવાય મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ તે પણ જાણી લો આજે.
ભગવાન શંકરના ભૈરવ અવતારની મૂર્તિને ઘરમાં ન રાખવી. કારણ કે ભગવાન ભૈરવ તંત્ર વિદ્યાના દેવ છે તેની ઉપાસના ઘરમાં ન કરી શકાય.
ઘરમાં નટરાજ સ્વરૂપની મૂર્તિ પણ ન રાખવી. નટરાજ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી અશાંતિ વધે છે અને ઘરનું વાતાવરણ ઉ-ગ્ર બને છે.
સૂર્ય પુત્ર શનિદેવની મૂર્તિની સ્થાપના પણ ઘરમાં ન કરવી જોઈએ. તેમના મૂર્તિ સ્વરૂપની પૂજા હંમેશા મંદિરમાં જ કરવી તેમને ઘરમાં ન લાવવા.
શનિની જેમ રાહુ-કેતુની પૂજા પણ ઘરમાં મૂર્તિ રાખીને ન કરવી. શાસ્ત્રોનુસાર આ પાપી ગ્રહ છે તેમની મૂર્તિની સ્થાપના ઘરમાં કરી પૂજા કરવાથી ક-ષ્ટ વધે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.