શું તમે જાણો છો ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના આ ચમત્કાર વિશે…

ધાર્મિક

33 કરોડ દેવી-દેવતા જ્યાં વાસ કરતા હોય તેને ગિરનાર તરીકે ઓળખવામાં આવે છે.  ગિરનારની ગોદમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને આ મંદિર પોતાનું અલગ ધાર્મિક મહત્વ ધરાવે છે.  દેશ-વિદેશ થી લોકો ગિરનારની મુલાકાત લેવા અને તેનો ઇતિહાસ જાણવા માટે આવે છે.  ત્યારે જૂનાગઢના ભવનાથમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં એકી સાથેના ત્રણ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણું અને મહેશ બિરાજમાન છે.

ભવનાથ મહાદેવને લોકભાષામાં,  ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે.  શિવજીનાં વારાણસી,  કુરૃક્ષેત્ર,  નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે.  તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે.  સ્કંદ પુરાણમાં પણ એવો ઉલ્લેખ જોતા મળે છે કે શિવરાત્રિનાં પાવનકારી પર્વમાં ભવનાથનાં દર્શનથી સાત પાપો નો ના-શ થાય છે.  એજ પ્રમાણે ભવનાથ મંદિરમાંનાં સંકુલમાં આવેલા મૃગીકુંડ, અને તેનામાં સ્નાનનો મહિમા પણ એટલો જ પૌરાણિક છે.

આ કુંડની સ્થાપના પાછળ એક પ્રાચિન કથા રહેલી છે.  કનોજનાં ભોજ નામનાં એક રાજા અને તેમની મૃગી મુખવાળી રાણી સાથે ગિરનાર પર્વતની યાત્રા અને પ્રદક્ષિણા કરેલી.  ત્યારે જે સ્થળે પોતાના તથા પોતાની રાણીનાં આગલા સાત જન્મો બળીને ભસ્મ થયા હતા.  તે જગ્યાઓ પર રાજા એ મૃગમુખીનાં નામથી કુંડ બનાવ્યો.

અને તેના પરથી આજનું પ્રખ્યાત નામ મૃગીકુંડ પડયું.  એટલે જ આ ગિરનાર ના આ તીર્થ સાથે ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડની કથાનું મહાત્મ્ય જોડાયેલું છે.  માટે અહીં મહાશિવરાત્રિનાં લઘુ મહાકુંભમાંના પાંચ દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સંગમ જોવા મળે છે.

ગિરનારની ગોદમાં મહાવદ નામનાં દિવસે શિવાલય ભવનાથનાં શિખરે બાવન ગજની ધજા ચડાવાય છે.  ત્યારથી શિવરાત્રિનાં મહાકુંભનો પ્રારંભ થતો હોય છે. મહાશિવરાત્રિનાં પર્વ પર લાખો જન સમુદાય વચ્ચે નાગા સાધુબાવાઓનું સરઘસ,  શાહી સવારી અને તેજરાત્રિએ ૧૨ વાગ્યાનાં ટકોરે મૃગી કુંડમાં સાધુ બાબાઓનું શાહી સ્નાન એ ભક્તિમય ઘટના ગણાય છે.

આની પાછળ એક પૌરાણિક માન્યતા રહેલી છે,  કે આ મૃગીકાંડનાં સાધુઓનાં સ્નાનની વચ્ચે બ્રહ્મા- વિષ્ણુ,  મહેશ અને આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાન પણ પધારે છે. જેમનાં દર્શન માત્રથી જન્મોજન્મનાં ફેરામાંથી મુક્તિ મળી જાય છે.

મહાશિવરાત્રિની મધ્યરાત્રે નિરાકાર દેવ ગણાતાં શિવજી પણ આકારરૃપ ધારણ કરી જીવનાં મિલન માટે પૃથ્વી પર પધારે છે.  એટલે જ ભવનાથનો આ મેળો જીવ અને શિવનાં મિલનનાં પ્રતીક સમાન ગણાયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.