આ છે ઘરમાં દેવી લક્ષ્મીના કુમકુમ પગલાં પડવાના સંકેત, મળે છે અપાર ધનસંપત્તિ અને વૈભવ

ધાર્મિક

આજે આપણે જાણીએ કે ધનની દેવી લક્ષ્મીની કૃપા થતા પહેલા વ્યક્તિને સપનામાં કઈ કઈ ચીજો દેખાય છે.

બધાના જીવનમાં કોઈને કોઈ રીતે ઉતાર ચડાવ આવતા રહે છે.  આ માટે વ્યક્તિના કર્મ અને ભાગ્ય બંને જવાબદાર હોય છે.  જ્યારે વ્યક્તિનું ભાગ્ય જાગે છે ત્યારે તેની જિંદગી બદલાઈ જાય છે.  તેને ધન સંપત્તિ, પ્રગતિ, ખુશહાલ સંબંધો બધુ જ મળે છે.  વ્યક્તિની જિંદગીમાં જ્યારે આ પરિવર્તન થવાનો સમય આવે છે ત્યારે તેને તેનો સંકેત અનેક રીતે મળવા લાગે છે.  આજે આપણે જાણીએ કે ધનની દેવી લક્ષ્મીની કૃપા થતા પહેલા વ્યક્તિને સપનામાં કઈ કઈ ચીજો દેખાય છે.

સપનામાં સાપ દેખાય એ તો સામાન્ય વાત છે પરંતુ સાપ તેના દર સાથે દેખાય તે ખુબ શુભ હોય છે.  અચાનક ઢગલો પૈસા મળવાનો આ સંકેત છે.

જો સપનામાં સોનું દેખાય તો તેનો સંકેત એ છે કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થવાની છે.

જો સપનામાં તમને મધપૂડો દેખાય તો તે ખુબ જ શુભ હોય છે.  તે પૈસા આવવાનો સંકેત આપે છે.

સપનામાં જો ઉંદર દેખાય તો સમજી લેવું કે ધન ધાન્યથી ઘર ભરાઈ જવાનું છે.  હવે તમારા જીવનમાં કોઈ ભૌતિક સુખની કમી નહીં રહે.

સપનામાં કોઈ પણ ભગવાન દેખાય તે ખુબ શુભ મનાય છે.  જીવનમાં સફળતા મળવાના અને ખુબ પૈસા મળવાનો સંકેત છે.

સપનામાં જો તમને પ્રગટેલો દીવો દેખાય તો વ્યક્તિને અપાર ધન દૌલત મળવાની પૂર્વ સૂચના મળે છે.  આ સપનું પણ ખુબ જ શુભ મનાય છે.

જો સપનામાં પોતાની જાતને જ તમે વીંટી પહેરાવતી જુઓ તો તે જીવનમાં સમૃદ્ધતા આવવાનો સંકેત છે.  જો કોઈ યુવતીને આ સપનું દેખાય તો જલદી વિવાહ થવાના પણ સંકેત છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *