ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો હાઇ બ્લડપ્રેશર (હાયપર ટેન્શન) થી પિડાય છે. જોકે કેટલાય લોકો એવા છે જેમને લો બ્લડપ્રેશરની સમસ્યા હોય છે. તેમ છતાં આ બિમારીની ચર્ચા ઓછી થાય છે. લો બીપી અનેક કારણોથી થાય છે. જેમ કે ડિહાઇડ્રેશન (શરીરમાંથી પાણી ઓછું થઇ જવુ),તાવ,ડિપ્રેશન અથવા ઉલ્ટી થાય ત્યારે બ્લડ પ્રેશર નીચું જઇ શકે છે. આ સિવાય પણ અનેક કારણો જેના માટે જવાબદાર હોઇ શકે છે. લો બ્લડપ્રેશરને હાઇપોટેન્શન (hypotension) પણ કહે છે.
સ્વસ્થ શરીર માટે વ્યક્તિના શરીરમાં લોહી યોગ્ય રીતે પરિભ્રમણ થવું ખૂબ જરૂરી છે. જેને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનું ધીમું કે ઝડપી થવું સમસ્યાનું કારણ બની શકે છે. જોકે નોર્મલ બ્લડ પ્રેશર 120/80 માનવામાં આવે છે. તેનું થોડૂક વધવું કે ઓછું થવા પર કોઇ ફરક પડતો નથી. પરંતુ તે 90થી ઓછું થઇ જાય તો તેને લો બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. તેનાથી શરીરના અંગોમાં લોહી યોગ્ય રીતે પહોંચી શકતું નથી.
લો બલ્ડ પ્રેશરના લક્ષણ
હાથ-પગ ઠંડા થવા
કમજોરી આવવી
આંખોની આસપાસ અંધારુ લાગવું
આંખો ભારે લાગવી
ઉપાય
• બ્લડ પ્રેશર લો થવા પર બેસીને કે પછી સૂઇને તમારી મુઠ્ઠીઓ ખોલો અને બંધ કરો. આ પ્રક્રિયાની સાથે લાંબો શ્વાસ ભરો અને બહાર નીકાળો.
• લો બ્લડ પ્રેશરમાં પગની નીચે બે તકિયા મૂકીને સૂઇ જવાય. તેનાથી લોહીનું ભ્રમણ આખા શરીરમાં સામાન્ય થવા લાગે છે.
• તે સિવાય તમે પાણીમાં લીંબુ, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને લીંબુંનું સરબત પી શકો છો.
• ભોજન એકવાર કરવાની જગ્યાએ થોડૂક ખાઓ. ખાવાની વચ્ચે વધારે સમય ન રાખો.
• દિવસમાં ત્રણ વખત ભોજન કરો છો તો થોડૂક થોડૂક કરીને 6 વખત ખાઓ.
• ખોરાકમાં મીઠાનું સેવન ઓછું કરો છો તો તેનું પ્રમાણ વધારી દો.
• દિવસમાં ઓછામાં ઓછા 2-3 લીટર પાણી જરૂરથી પીઓ. તે સિવાય દાડમનું જ્યૂસ, શરબત, નારિયેળ પાણી, આમ પન્ના, ગ્લુકોઝ, એનર્જી ડ્રિંકનું સેવન કરતા રહો.
• તુલસીના પાનનું સેવન કરવાથી પણ બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. તુલસીના પાનને પીસીને તેમા મધ મિક્સ કરીને ખાલી પેટે સેવન કરો.
• બ્લડ પ્રેશર લો છે તો બદામને આહારમાં જરૂરથી સામેલ કરો. રાત્રે 5-6 બદામ પલાળીને સવારે તેની પેસ્ટ દૂઘમાં મિક્સ કરીને પીઓ.
• કિશમિશ ખાવાથી પણ ખૂબ ફાયદો મળે છે. રાત્રે 3-4 કિશમિશ પાણીમાં પલાળીને તેને સવારે દૂધની સાથે પી લો. નિયમીત રીતે તેનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.