કેવી રીતે થઇ રુદ્રાક્ષની ઉત્પત્તિ, તેને પહેરવાથી શું ફાયદા થાય છે, જાણો

ધાર્મિક

ખાસ કરીને કુંભના નાગા સાધુઓને રુદ્રાક્ષ ધારણ કરેલા તમે જોયા હશે. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે રુદ્રાક્ષ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને હેલ્થને પણ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. રુદ્રાક્ષને ધારણ કરવા માત્રથી જ ઘણી સમસ્યાઓનો અંત આવી જાય છે પરંતુ તમે જાણો છો કે રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઇ અને તેને પહેરવાથી શું ફાયદો થાય છે.

શિવના આંસુથી રુદ્રાક્ષની ઉત્પત્તિ

રુદ્રાક્ષ બે શબ્દોનો બન્યો છે. રુદ્ર અને અક્ષ. રુદ્રનો અર્થ થાય છે ભગવાન શિવ અને અક્ષનો અર્થ થાય છે આંસુ. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ વગેરે ગ્રંથોમાં રુદ્રાક્ષની અપરંપાર મહિમા બતાવી છે.

પૌરાણિક કથા અનુસાર દેવી સતીના વિયોગમાં એકવાર શિવનુ દ્રદય દ્રવિત થઇ ગયુ અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. જ્યાં જ્યાં તે આંસુ પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પત્તિ થઇ. એવી માન્યતા છે કે રુદ્રાક્ષ દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

આદ્યાત્મિક ગુરુ સદગુરુ કહે છે કે રુદ્રાક્ષ નકારાત્મન ઉર્જાઓ વિરુદ્ધ એક કવચ તરીકે કામ કરે છે. આજના સમયમાં પહાડી એરિયામાં ઉંચાઇ પર, ખાસ કરીને હિમાલયમાં એક ઉંચાઇ બાદ રુદ્રાક્ષના વૃક્ષ જોવા મળે છે. તેના પાંદડા લીલા હોય છે અને ફળ ભૂરા કલરના હોય છે. જેનો સ્વાદ ખાટો હોય છે. રુદ્રાક્ષના ઝાડ ખાસ જગ્યાઓ પર જ જોવા મળે છે.

રુદ્રાક્ષ પહેરવાના ફાયદા

એવી માન્યતા છે કે રુદ્રાક્ષ પહેરવાથી શારીરિક અને માનસિક મજબૂતી આવે છે અને વ્યક્તિની હેલ્થ સારી રહે છે.

એક મુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે અને ખુબ ઓછો મળે છે. તેની કિંમત પણ ખુબ હોય છે પરંતુ તેની ખાસિયત છે કે એકમુખી રુદ્રાક્ષ હ્રદય સંબંધિત રોગો દુર કરી દે છે.

પંચમુખી રુદ્રાક્ષ મહિલાઓ, પુરુષો અને બાળકો દરેક માટે સારો છે. આ સામાન્ય રીતે ખુશીઓ અને સ્વાસ્થ માટે છે.

જેના ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે તે જગ્યાએ અન્ન, વસ્ત્ર, ધન ધાન્યની ક્યારેય અછત આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *