આજે અનેક લોકો અનેક એવી નોકરીઓ કરે છે જે ભાગ્યે જ કરવા માટે કોઈ તૈયાર થતું હોય. આજે આવી જ નોકરીની વાત કરીશું જે ફક્ત 112 લોકો કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે એવો કયો વ્યવસાય છે જેમાં દુનિયાના ફક્ત 112 લોકો અને ભારતનો ફક્ત 1 વ્યક્તિ નોકરી કરે છે. આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનો. જે રીતે ખાવાનું અને વાઈન ટેસ્ટિંગ હોય છે તે રીતે હવે પાણી ટેસ્ટિંગનો પ્રોફેશન પણ સામે આવ્યો છે.
પાણીના અલગ અલગ હોય છે ટેસ્ટ
પાણીના અનેક અલગ ટેસ્ટ હોય છે. તેમાં સામાન્ય, ફ્રૂટી, વુડી ટેસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ફક્ત 1 વ્યક્તિ આ કામ કરે છે. તેનું નામ ગણેશ અય્યર છે. તેઓ ફક્ત 1 જ સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. તેઓએ કહ્યું કે આવનારા 5-10 વર્ષમાં પાણીના ટેસ્ટિંગની ડિમાન્ડ વધશે.
વોટર ટેસ્ટરના કામથી લોકો હસે છે તેમની પર
જ્યારે ગણેશ કોઈને કહે કે તેઓ એક વોટર ટેસ્ટર છે તો લોકો તેમની પર હસે છે. તેઓ કહે છે કે દેશમાં સાફ પીવાના પાણીની અછત છે. હું એક વોટર ટેસ્ટર છું. મેં 2010માં આ વિશે સાંભળ્યું અને જર્મનીથી તેનો કોર્સ કર્યો છે. તેઓ કહે છે કે પાણીની અલગ અલગ ઓળખ હોય છે. તે પોતે યૂનિક હોય છે અને તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. તેઓ કહે છે કે આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેસમાં આ પ્રોફેશનનું મહત્વ વધશે. હાલમાં તેઓ એક બેવરેજ કંપની વીનના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિર્દેશક છે.