ખેડા – ધોળકા માર્ગ ઉપર ધોળકા નજીકમાં આણંદ ખેડા અમદાવાદ જિલ્લાના શિવભક્તોનું રમણીય દર્શનીય પ્રવાસન ધામ એટલે શ્રી નાગનાથ ચન્દ્ર મૌલેશ્વર (પરપોટીયા) મહાદેવ આવેલું છે. વિશેષતા એ છે કે અહીં પરપોટા આકારના પરસ્પર જોડાયેલ શ્વેત – શ્યામ નાના બટાકા આકારનાં અગણિત શિવલીંગ છે. દંતકથા મુજબ ભકતો તેની ગણતરી કરતા ભુલભુલામણીમાં પડી જાય છે. આ મહાદેવની પુજા પાંડવોએ પણ કરી હતી. જગદગુરૃ શંકરાચાર્ય એ પણ અહીં ચતુર્માસ કરી શિવ પુજન કર્યું હતું.
ભગવાન સ્વામીનારાયણ (સહજાનંદ સ્વામી) એ સંવત ૧૮૮૪માં અહીં પુજા કરી પુજારીને વસ્ત્ર અલંકારનું દાન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં આવા પરપોટા આકારનું એક માત્ર આ શિવલિંગ અહિં ધોળકા પાસે આવેલું છે. અહિં શિવલીંગમાં અંદર ચન્દ્ર દર્શન થાય છે. જે પુનમ અને અમાસે બદલાય છે. પુનમે શ્વેત અને અમાસે શ્યામ વર્ણ હોય છે મહાદેવનું નામ ચંદ્રમૌલેશ્વર છે અને પુજારીનું નામ મૌલેશ ચંદ્ર જોશી છે. જે યોગાનું યોગ છે.
આણંદ – ખેડા અમદાવાદ ત્રણ જિલ્લાનું ત્રિભેટે આવેલું સ્થળ પવિત્ર યાત્રા સ્થળ છે. શ્રાવણી અમાવાસ્યા તા.૯-૯-ર૦૧૮ રવિવારે દિવસભર વિશેષ શિવ પુજન રૃદ્ર અભિષેક યજ્ઞા ભુદેવો દ્વારા કરવામાં આવ્યો હતો. ભોળાનાથની આરાધના શ્રાવણી અમાવાસ્યાએ સમાપન થશે. ચંદ્રની કળા પ્રમાણે શિવલીંગોનું તેજ બદલાતું હોવાની પરંપરાગત દંતકથા છે. પાંડવો ભીમ-અર્જુન- દ્રોપદી- યુધિષ્ઠીર સૌ પરિવારે ગુપ્તવાસ દરમિયાન વિરાટનગરી (ધોળકા) માં શિવ આરાધના કરી હતી તેમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.