શુક્રવારે ભૂલથી પણ ન કરતા આ 4 કામ, નારાજ થઈ જશે માતા લક્ષ્મી, વેઠવી પડશે ભારે ગરીબી…

ધાર્મિક

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે.

માતા લક્ષ્મી ધન અને સંપત્તિના દેવી છે.  માતા લક્ષ્મીની પૂજાથી ધનની પ્રાપ્તિ થાય છે.  સાથે જ વૈભવ પણ મળે છે.  જો લક્ષ્મી નારાજ થઈ જાય તો ભારે ગરીબીનો સામનો કરવો પડે છે અને જો લક્ષ્મીજી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો તેના પર ધન દૌલતની કમી નથી રહેતી.   શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે.   માતા લક્ષ્મીની તમારા પર કૃપા બની રહે અને ઘરમાં સુખ, શાંતિની સાથે ધન સંપત્તિનો વાસ રહે તે માટે શુક્રવારના દિવસે તમારે કયું કામ કરવું જોઈએ અને કયું કામ ન કરવું જોઈએ.  આવો જાણીએ…

આ કામોને કરવાથી બચો

ઉધાર લેવું

શુક્રવારના દિવસે ઉધાર લેવાથી બચો.  ન કોઈને ઉધાર પૈસા આપો અને ન કોઈના પાસેથી ઉધારમાં પૈસા લો.  કહેવામાં આવે છે કે આ દિવસે ઉધાર લેવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

કોઈને ન આપો ખાંડ

પડોસમાં રહેતા લોકો ઘણી વખત ઘરમાં કંઈ ખુટી પડ્યું હોય તો આપણા ત્યાં લેવા આવે છે.  એવામાં જો શુક્રવારના દિવસે કોઈ ખાંડ માંગવા આવે છે તો તેને ખાંડ બિલકુલ ન આપો. આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે.  આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આ ગ્રહના પ્રભાવથી આવે છે.

ન કરો આમનું આપમાન

આમતો દરેક લોકોનું સન્માન કરવું જોઈએ.  પરંતુ અજાણતા પણ શુક્રવારના દિવસે કોઈ પણ મહિલા,  કન્યા અથવા કિન્નરનું અપમાન ન કરવું જોઈએ અને કોઈને અપશબ્દો પણ ન બોલવા જોઈએ.  માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની હાની થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.