ધનતેરસની પૌરાણિક કથા વિશે જાણો તથા ધનતેરસ પર ખરીદી કરવી શા માટે શુભ ગણવામાં આવે છે.

ધાર્મિક

એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્યુ  કે તમને કદી કોઈના પ્રા-ણ હ-રતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ?

યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કં-પી ઉઠ્યુ હતુ.

એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ – મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિ-કાર કરવા ગયો, ત્યારે પોતાન સાથીયોથી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યાના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યુ.

તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષિયોનું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃ-ત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર સ્ત્રીયોની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.

પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા, અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃ-ત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાં-પી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.

યમરાજ દ્રવિત થઈને બોલ્યા – શુ કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃ-ત્યુનો કોઈ ઉપાય ખરો ?

યમરાજે અકાળ મૃ-ત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે – ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃ-ત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃ-ત્યુનો ભ-ય પાસે પણ નથી ફરકતો.

આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ.

ધનતેરસનું ધાર્મિક મહત્વ :-

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ સુધી રહે છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવાય છે.  આ દિવસ ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે આ દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ધન્વતંરીનો જન્મદિવસ ધનતેરસ :-

પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઈને ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. આ સોનાના કળશમાં અમૃત હતું, જેનું પાન કરવાથી દેવતાઓ અમર થઈ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા. જેના કારણે બે દિવસ દિવાળી ઉજવાય છે.

આ કારણે લીધો હતો ધન્વંતરીએ અવતાર :-

માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધન્વંતરીના દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ધર – પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.

જ્યારે ભગવાને ધારણ કર્યો વામન અવતાર :-

શ્રીમદ ભાગવત કથા અનુસાર, સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.

રાજા બલિ પાસે માગ્યું દાન :-

જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.

દેવતાઓને પાછું અપાવ્યું સ્વર્ગનું સિંહાસન :-

ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગથી પૃથ્વી, બીજો પગ અંતરિક્ષમાં મૂક્યો. પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ – પાઠ મળી ગયા.

આ કારણે કહેવાય છે ધનતેરસ :-

રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈ પણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.