ઉજ્જૈન માં બાબા મહાકાલ ના દર્શન કરવા તો ગયા હશો પણ ત્યાંના મંદિરનું આ ખાસ રહસ્ય તમે નહીં જાણતા હોય…

ધાર્મિક

શિવ પુરાણ અનુસાર ઉજ્જૈનમાં બાબા મહાકાલનું મંદિર ખૂબ પ્રાચીન છે. આ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં થઈ હતી. આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈન મહાકાલનું શિવલિંગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે.

ઉજ્જૈનને ભગવાન મહાકાલની નગરી કહેવામાં આવે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું. ક્ષિપ્રાના કિનારા પર વસેલું ઉજ્જૈન શહેર તેની ધાર્મીક માન્યતાઓના કારણે જાણીતું છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

કેમ કહેવાય છે ઉજ્જૈન ધરતીનું નાભી સ્થળ

મહાકાલ મંદિરના શિખરની ઠીક ઉપરથી કર્ક રેખા પસાર થતી હોવાથી આ સ્થળને ધરતીનું નાભી સ્થળ કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં રાજા પ્રધોતનું રાજ હતું તે સમયથી લઈને ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દી સુધી મહાકાલ મંદિરના અવશેષ પ્રાપ્ત થાય છે. છઠ્ઠી સદીમાં ઉજ્જૈનના રાજા ચંદ્રપ્રદ્યોતે મહાકાલ પરિસરની વ્યવસ્થા માટે તેમના પુત્ર કુમાર સંભવની નિમણૂંક કરી હતી.

ભસ્મ આરતીની પરંપરા

પૌરાણીક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે,પ્રાચીનકાળમાં દૂષણ નામના રાક્ષસે ઉજ્જૈન નગરીમાં હાહાકાર મચાવ્યો હતો. નગરવાસીઓને આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવે તેનો વધ કર્યો ત્યાર પછી ગામના લોકોએ બાબાને અહીં વસી જવાનો આગ્ર કર્યો ત્યારથી ભગવાન શિવ મહાકાલના સ્વરૂપમાં ત્યાં વસી ગયા. શિવે દૂષણને ભસ્મ કર્યો અને પછી તેની રાખથી પોતાનો શ્રૃંગાર કર્યો. આ કારણે આ મંદિરનું નામ મહાકાલેશ્વર રાખવામાં આવ્યું અને શિવલિંગની ભસ્મથી આરતી કરવાની શરૂઆત કરાઈ. અહીં પહેલા રોજ શિવની ભસ્મથી આરતી ઉતારવામાં આવતી હતી. પરંતુ હવે સમય પ્રમાણે કપિલા ગાયના છાણમાંથી બનેલા છાણા, શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ તેમજ બોરના લાકડાઓને બાળી ભસ્મ તૈયાર કરવામાં આવે છે. આ આરતી દરમિયાન ત્યાંનું વાતાવરણ એક જુદા જ પ્રકારના ધાર્મિક તરંગો વાળુ થઇ જાય છે. મંદિરમાં લાવી શિવલિંગને આ ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ ભસ્મ આરતી માટે ભક્તો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવે છે.

ભસ્મ આરતીમાં મહિલાઓ માટે નિયમ

મહાકાલની 6 આરતી થાય છે જેમાં સૌથી ખાસ માનવામાં આવે છે ભસ્મ આરતી – આ આરતીના સમયે મહિલાઓને સાડી પહેરવી પડે છે અને ઘૂંઘટ કાઢવો પડે છે. માન્યતા છે કે તે સમયે શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે. આ સ્વરૂપના દર્શન કરવાની પરવાનગી મહિલાઓને નથી હોતી.

પુરૂષો માટે પણ છે નિયમ

આ આરતીમાં મહાકાલેશ્વરના દર્શન કરવા માટે પુરૂષોને ફક્ત ધોતી પહેરવાની હોય છે. આ ધોતી પણ એકદંમ સ્વચ્છ હોવી જરૂરી છે.

ગ્રંથોમાં કઈ સદીમાં મહાકાલનો ઉલ્લેખ છે

કહેવામાં આવે છે કે, 10 મી સદીના અંતિમ દશકાઓમાં માલવા પર પરમાર રાજાઓનું રાજ હતું.  11 મી સદી વા 8 માં દશકામાં ગજની નામના સેનાપતિએ 12 મી સદીમાં પૂર્વાર્ધમાં ઉદયાદિત્ય અને નર વર્માના શાસનમાં મંદિરનું ફરીથી નિર્માણ થયું. ઉદયાદિત્ય અને નર વર્માના શાસન પછી સુલ્તાન ઈલ્તુતમિશે મહાકાલેશ્વર મંદિર પર બીજી આક્રમણ કરી તેને ધ્વસ્ત કરી દીધું. 14મી અને 15મી સદીના ગ્રંથોમાં મહાકાલનો ઉલ્લેખ મળે છે. 18 મી સદીના ચોથા દશકામાં મરાઠા સામરાજ્યનું માલવા પર આધિપત્ય હતું. ત્યાર પછી પેશ્વા બાજીરાવ પ્રથમે ઉજ્જૈનનો કાર્યભાર તેમના વિશ્વસ્ત સરદાર રાણોજી શિંદેને આપ્યો.

કાલભૈરવ મંદિર

આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે કાલભૈરવ મંદિર. અહીંયા ભૈરવબાબાની મૂર્તિ દારૂ પીવે છે. કાલભૈરવને દારૂ ખુબ પ્રિય છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ રીતે એ જાણવા નથી મળ્યું કે આખરે દારૂ ક્યાં જાય છે. વામમાર્ગી તાંત્રીકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ઉજ્જૈન જનારા ભકતો મહાકાલ બાદ તુરંત જ આ મંદિરે જાય છે.

મંગલનાથ મંદિર

સ્કંધ પુરાણના અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલી કથા છે. અંધાકાસુર નામના રા-ક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રા-ક્ષસ જન્મ લેશે. આ રા-ક્ષસોના અત્યાચારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુ-ધ્ધ થયું. તાકાતવર દૈત્ય સામે લ-ડતાં લ-ડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી ફાટી અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રા-ક્ષસનો અં-ત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.