નવું વર્ષ 2022 ના આગમન થઈ રહિયું છે. ત્યારે વર્તમાન વર્ષ પૈસાને લઈને અનેક લોકો માટે ખરાબ રહ્યું છે. એવામાં હવે 2022 ને લઇને દરેકને એવી ઇચ્છા છે કે, જેમાં પૈસાને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય. ત્યારે આ વર્ષે જો તમે ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત કેટલાંક ખાસ ઉપાય કરશો તો નવા જ વર્ષમાં માતા લક્ષ્મીની આપની પર અપાર કૃપા બની રહેશે. ત્યારે અહીં જાણીશું કે આખરે ઘરમાં એવી કેવી વસ્તુઓને તમે સુરક્ષિત જગ્યાએ રાખશો તો આવનારું વર્ષ તમારી માટે ખુશખુશાલ રહેશે અને તમે સુખી પણ થશો.
કોડી અને કેસર
શુક્રવારના દિવસે પીળા કપડાંમાં 5 કોડી અને થોડી કેસર, ચાંદીના સિક્કા સાથે બાંધી તિજોરી અથવા ધન રાખવાના સ્થાન પર રાખો. એની સાથે થોડી હળદરનો ગાઠ બાંધી રાખો.
ભોજપત્ર અને લાલ ચંદન
લાલ ચંદનને પાણીમાં ઓગાળીને તૂટેલા ભોજપત્ર પર મોરના પીંછા વડે ‘શ્રી’ લખો. આ પછી આ ભોજપત્રને તિજોરીમાં રાખો. મા લક્ષ્મી જલ્દી જ આશીર્વાદ વરસાવશે. સાથે જ પૈસામાં પણ વધારો થશે.
ધનનું યંત્ર
ઐશ્વર્ય વૃદ્ધિ યંત્ર અથવા ધનનાં યંત્રને તિજોરી અથવા તો ધનનાં સ્થાન પર રાખો. આ બેમાંથી કોઈ પણ એક યંત્રની પૂજા કર્યા પછી તેને ધનના સ્થાને અથવા તો તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. આ સાથે જ ધનમાં પણ સમૃદ્ધિ આવશે.
દક્ષિણાવર્તી શંખ
દક્ષિણાવર્તી શંખનો સંબંધ માતા દેવી લક્ષ્મીજી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મી સ્વયં તેની તરફ આકર્ષિત થાય છે અને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.
પૂજાની સોપારી
પૂજાની સુપારીને ગૌરી-ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી જો ઘરમાં તેની પૂજા કરીને તેને તિજોરી અથવા તો પૈસાની જગ્યાએ રાખવી જોઇએ. એવી માન્યતા છે કે જ્યાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. આથી આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો કાયમ વાસ થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.