લીમડો એક ઝાડ છે. ઔષધિ બનાવવા માટે લીમડાની છાલ, પાન અને બીજનો ઉપયોગ થાય છે. લીમડામાં એવા રસાયણ હોય છે જે રક્ત શર્કરાના સ્તરને ઓછું કરવા અને પાંચનતંત્રમાં અલ્સરને ઠીક કરવામાં, બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.
દાંતનો મેલ
પ્રારંભિક શોધથી જાણવા મળ્યું કે લીમડાના પાનનો અર્ક દાંત અને પેઢા પર 6 સપ્તાહ સુધી દરરરોજ લગાવવાથી પ્લાક બનવાનું ઓછું થઇ જાય છે. આ મોઢામાં બેક્ટેરકિયાની સંખ્યાને પણ ઓછી કરી શકે છે. જે દાંતના મેલનું કારણ બને છે. જો અર્કના મળે તો તમે લીમડાના પાનને સારી રીતે ધોઇને સવારે ચાવી શકો છો.
અલ્સર
કેટલાક સંશોધન જણાવે છે કે લીમડાની છાલનો 30 60 મિલીગ્રામ અર્ક 10 સપ્તાહ સુધી દિવસમાં બે વખત લેવાથી પેટ અને આંતરડાના અલ્સરને ઠીક કરવામાં મદદ મળે છે.
કીટરોધક
પ્રારંભિક શોધ જણાવે છે કે લીમડાના પાનનો અર્ક સ્કીન પર લગાવવાથી કાળી માખીઓને હટાવવામાં મદદ મળે છે.