મા શક્તિ આરાધના માટે માના ચામુંડા સ્વરૂપની આરાધના મહત્વની છે. સાથે જ તેના ચમત્કારી ધામ ચોટીલાની વાત તો અનોખી છે. મા ચામુંડાનું ચમત્કારી ધામ દૂર દૂરથી ભક્તોને તેના તરફ આકર્ષિત કરે છે. માની મમતામયી મૂરત જોઇએ ભક્તો પણ ધન્યતાની અનૂભૂતિ કરે છે. અહીં પહોંચ્યાં બાદ ભક્તની કોઈ ઇચ્છા અધૂરી નથી રહેતી. મા ચામુંડાના આશિષ સાથે ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.
સુરેન્દ્રનગર પાસે આવેલું છે આ મંદિર
હરિયાળા ચોટીલા ડુંગર પર બિરાજતા માં ચોટીલાનું ધામ, શક્તિ અને ભક્તિનો સંગમ કરતું એવું પરમ ધામ છે. જ્યાં પહોંચતાં જ મન ઝંકૃત થઇ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું પાવન શક્તિ સિદ્ધ સ્થળ એટલે ચોટીલા. સુરેન્દ્રનગરથી અંદાજે ૬૫ કિલોમીટર દૂર આવેલું આ ધામની ગણના શક્તિપીઠમાં તો નથી થતી પરંતુ તેનું મહત્વ શક્તિપીઠથી જરાય ઓછું પણ ન આંકી શકાય. મા ચામુડાએ ચંડી અને ચામુંડા એમ દ્રી સ્વરૂપ ધારણ કર્યું. તેની પાછળનો તેમનો ઉદ્દેશ પણ આસૂરી શક્તિનો નાશ કરવાનો હતો.
કહેવાય છે કે ચંડ મૂંડ નામના બે રાક્ષસો અતિ શક્તિશાળી હતા. તેના ત્રાસથી દેવતાઓ પણ પરેશાન હતા. આ સમયે દેવતાઓએ માતાજી સમક્ષ તેનો વ-ધ કરવા માટે પ્રાર્થના કરી અને માતાજીએ દ્રી સ્વરૂપ ધારણ કર્યાં. ચંડી ચામુંડા અને ચંડમૂંડનો વ-ધ કરી દીધો. આ કારણથી ચામુંડા માતાજી દ્વી સ્વરૂપે પૂજાય છે.
આ રીતે તૈયાર થયો ચોટીલાનો ડુંગર
આ ચોટીલનો આ ડુંગર જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો ડુંગર છે. ચોટીલા ડુંગર પર અંદાજે 155 વર્ષ પહેલા એક નાની ઓરડી હતી. જ્યાં રહી મહંત ગુલાબગિરિ ગોસાઈ ચામુંડા માતાજીની સેવા પૂજા કરતા હતા અને સમયાંતરે તેમના તપ સાધના બળે ખ્યાતિ વધી અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું. મા ચામુંડાના દિવ્ય દર્શન માટે ભક્તોએ 635 પગથિયા ચઢવા પડે છે. મા પ્રત્યેનો અપાર ભાવ અને અતૂટ શ્રદ્ધાથી પ્રરાઈને આવતા ભક્તો હસતા હસતાં ચોટીલાનો ડુંગર ચઢે છે અને મંદિરમાં સ્થાપિત દ્રી સ્વરૂપ માની દિવ્ય પ્રતિમાના દર્શન કરીને માની સાક્ષત હયાતીની અનુભૂતિ કરે છે.
બારે મહિના રહે છે ભક્તોની ભીડ
ચોટીલા ખાતે આમ તો બારે મહિના ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ખાસ કરીને પૂનમ અને રવિવાર તેમજ રજાના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં આવનાર ભાવિકોનું માનવું છે કે જે પણ મનોરથ લઇને માના દ્રારે આવે છે. તેની દરેક કામના મા અવશ્ય પૂર્ણ કરે છે. અહીં પદ યાત્રા કરીને આવવાનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો તેની કામાની પૂર્તિ માટે અહીં પરપાળા આવે છે અને મનોરથને માના આશિષ મળતા જય ચંડી ચામુંડાના નાદ સાથે પરત ફરે છે. ખાસ કરીને નવરાત્રિમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડશે અને સમગ્ર માહોલ ‘બોલો ચામુંડા માત કી જય’ના નાદ સાથે ગુંજી ઉઠે છે.
મંદિર વિષે ની રસપ્રદ માહિતી
ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે. આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો.અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરના વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુના વંશને છેલ્લા 135 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરે છે.
જેને ચંડ મૂંડ રાક્ષસનો કર્યો હતો સંહાર
શ્રી ચામુંડા માતાજી એ પાર્વતી માતા નું જ એક રૂપ છે.માતા ભગવતી દુર્ગા નું નામ ચામુંડા કેવી રીતે પડ્યું એના પાછળ એક કથા પ્રચલિત છે.દુર્ગા સપ્તસતી માં માતા ના નામ ની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી તે કથા વર્ણિત છે.અને આજે અમે તમને તે કથા વિશે જણાવીશું.
હજારો વર્ષ પહેલા ધરતી પર શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે રાક્ષસોનું રાજ હતું.તે બે રાક્ષસો દ્વારા ધરતી અને સ્વર્ગ માં બહુ જ અત્યાચાર કરવામાં આવ્યો.તેથી બધા દેવતાઓ એની સાથે વામણા સાબિત થઇ રહ્યા હતા ત્યારે બધા દેવતા ગણ અને મનુષ્યો દ્વારા માતા દુર્ગા ની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેવો પોતે બધા દેવતા ગણ અને મનુષ્યો ની રક્ષા કરશે.અને ત્યારે માતા દુર્ગા કોશિકી નામ થી અવતાર લે છે
ત્યારે કોશિકી ને શુમ્ભ અને નીશુંમ્ભ ના બે દૂતો જોઈ લે છે અને તે દૂતો એ શુમ્ભ અને નીશુંમ્ભ રાક્ષસોની પાસે જાય છે અને તેને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોક ના રાજા છો.તમારી જોડે બધાજ પ્રકારના અમૂલ્ય રત્નો છે.ઇન્દ્ર ભગવાન નો ઐરાવત હાથી પણ તમારી પાસે છે.તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણેય લોક માં સર્વસુંદર હોય.આ વાત સાંભળીને શુમ્ભ અને નીશુંમ્ભ ને પોતાના એક દૂત ને કોશિકી પાસે મોકલે છે.અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું કે શુમ્ભ અને નીશુંમ્ભ ત્રણેય લોક ના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે.આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકી ને જણાવે છે.
ત્યારે માતા કોશિકી કહે છે કે શુમ્ભ અને નીશુંમ્ભ બંને મહાન બળશાળી છે.પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુ-દ્ધ કરશે અને મારી સામે તે યુ-દ્ધ જીતશે એની જ સાથે હું વિવાહ કરીશ.ત્યારે તે બંને દૂત કોશિકીની આ વાત સાંભળીને પાછા જાય છે અને તે દૂત દ્વારા આ વાત શુમ્ભ અને નીશુંમ્ભ ને જણાવે છે.ત્યારે તે બંને રાક્ષસ કોશિકીનાં આ વચન ની વાત સાંભળીને ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે તે નારીનું આટલું દુસ્સાહસઃ કે તે મને યુ-દ્ધ માટે લલકારે.