પદ્મનાભસ્વામી મંદિરના છઠ્ઠા દરવાજા ને કેમ કોઈ ખોલી શકતું નથી અહીં દરવાજાનું રહસ્ય શું છે તે જાણો..

ધાર્મિક

ઇતિહાસ

ભારતમાં આજે પણ અનેક રહસ્ય વિજ્ઞાનથી પરે છે. કેરળના પદ્મનાભ મંદિર વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ ભારતનું સૌથી અમીર મંદિર છે. કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાં 6 ભોંયરામાંથી 5 ભોંયરા ખુલ્યા ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. આ પાંચ ભોંયરામાંથી કિંમતી પથ્થર, સોના અને ચાંદીના ભંડાર મળી આવ્યાં હતાં. કરોડોથી વધારે રૂપિયાનો ખજાનો અહીંથી મળ્યો હતો. છઠ્ઠા ભોંયરામાં એટલો ખજાનો છે જેની કલ્પના કોઇ કરી શકે નહીં. પરંતુ આ ભોંયરાને ખોલવાની હિંમત કોઇ કરી શકતું નથી.

કેરળ (Kerala)ના શ્રી પદ્મનાભસ્વામી મંદિર (Sree Padmanabhaswamy Temple)ના પ્રશાસન અને તેની સંપત્તિના અધિકારને લઈ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટતાં દેશના સૌથી વધુ સંપત્તિવાળા મંદિરો પૈકીના એક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપ્યો છે. મળતી માહિતી મુજબ, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

શ્રી પદ્મનાભસ્વામી મંદિરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ વાતનો ચુકાદો આપવામાં આવ્યો છે કે પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટની જવાબદારી ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપવામાં આવશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તિરુવનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતાવાળી કમિટી હલા મંદિરની વ્યવસ્થા જોશે.

છઠ્ઠા દરવાજાનું રહસ્ય શું છે?

આ ભોંયરામાં ત્રણ દરવાજા છે, પહેલો દરવાજો લોખંડના સળિયાથી બનેલો છે. બીજો લાકડાથી બનેલો ભારે દરવાજો છે અને છેલ્લો દ્વાર લોખંડથી બનેલો એક મજબૂત દરવાજો છે અને તેને ખોલી શકતું નથી. જોકે, છઠ્ઠા દરવાજામાં કોઇ બોલ્ટ કે આંકડો નથી. દરવાજા ઉપર બે સાપના પ્રતિબિંબ છે જે આ દ્વારની રક્ષા કરે છે. કહેવાય છે કે, આ દ્વારને કોઇ તપસ્વી ‘ગરૂડ મંત્ર’ બોલીને જ ખોલી શકે છે. જો આ મંત્રનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવામાં ન આવે, તો તે વ્યક્તિનું મૃત્યુ થઇ જશે. પહેલાં પણ ઘણાં લોકો આ દરવાજો ખોલવાની કોશિશ કરી ચૂક્યા છે પરંતુ આ દરેકે મૃત્યુના દ્વારનું મુખ જોવું પડ્યું હતું.

વર્ષ 1930માં છપાયેલ એક લેખ પ્રમાણેઃ-

વર્ષ 1930માં એક ન્યૂઝપેપરમાં છપાયેલો એક લેખ ખૂબ જ ભયાનક હતો. લેખક એમિલી ગિલક્રિસ્ટ હૈચ પ્રમાણે 1908માં જ્યારે થોડા લોકોએ પદ્મનાભસ્વામી મંદિરના છઠ્ઠા ભોંયરાને ખોલ્યો ત્યારે તેમણે પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું કેમ કે, ભોંયરામાં અનેક માથાવાળો કિંગ કોબરા બેઠો હતો અને તેની ચારેય બાજુ નાગનું ઝુંડ હતું. બધા જ લોકો દરવાજો બંધ કરીને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતાં.

છઠ્ઠા ભોંયરાની પાછળ એક અન્ય કહાણીઃ-

આ ભોંયરાની પાછળ એક કહાણી છે. કહેવાય છે કે, લગભગ 136 વર્ષ પહેલાં તિરૂઅનંતપુરમમાં અકાળની પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. ત્યારે મંદિરના કર્મચારીઓએ આ છઠ્ઠા ભોંયરાને ખોલવાની કોશિશ કરી હતી અને તેમણે તેની કિંમત ચૂકવવી પડી હતી. અચાનક જ તેમને મંદિરમાં ખૂબ જ ઝડપે અને અવાજ સાથે પાણી ભરાવાનો અવાજ સંભળાવા લાગ્યો હતો. તે પછી તેમણે તરત જ દરવાજા બંધ કરી દીધા હતાં. અહીંના લોકોનું માનવું છે કે મંદિરનું આ છઠ્ઠું ભોંયરું અરબ સાગર સાથે જોડાયેલું છે. જો કોઇ ખજાનાને હાંસલ કરવા માટે છઠ્ઠો દરવાજો તોડે છે તો અંદર સ્થિત દરિયાનું પાણી ખજાનાને પોતાની સાથે લઇ જશે.

Leave a Reply

Your email address will not be published.