આ મંદિરોમાં હનુમાનજીનો ભક્તોને થાય છે સાક્ષાત્કાર, જાણી લો કયા કયા છે આ મંદિર…

ધાર્મિક

રામ ભક્ત હનુમાનના અનેક મંદિર દેશભરમાં આવેલા છે. પરંતુ તેમાંથી કેટલાક એવા મંદિર છે જ્યાં હનુમાનજી સાક્ષાત હોવાની માન્યતા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા આ પાંચ મંદિરોમાં હનુમાનજીના સાક્ષાતકારનો અનુભવ અનેક ભક્તોને થયા હોવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં સાચા મનથી શ્રીરામનું નામ લઈને જે માંગવામાં આવે તે મનોકામના પૂર્ણ થાય જ છે. તો જાણી લો આજે તમે પણ કયા કયા છે આ મંદિર.

મૂર્છિત હનુમાન

પ્રયાગના સંગમ કિનારે હનુમાનજીની સૂતેલી મૂર્તિના દર્શન થાય છે. જ્યારે તેઓ રાવણ સાથે લંકા યુદ્ધમાં હનુમાનજી થાકી ગયા હતાં. તેઓ શક્તિહીન થઇને અહીં સૂતાં હતા. હનુમાનજીને શક્તિહીન જોઇ માતા સીતાએ તેમને સિંદૂરનો લેપ લગાવીને ઊર્જા પ્રદાન કરી હતી. ત્યારથી જ આ માન્યતા પ્રચલિત થઈ છે કે જે પણ ભક્ત અહીં હનુમાનજીને લાલ સિંદૂર લેપ લગાવે છે, તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

પંચમુખી હનુમાન

કાનપુરના પંચમુખી હનુમાન મંદિરમાં જ હનુમાનજી અને લવકુશનું યુદ્ધ થયું હતુ. તે પછી યુદ્ધમાં પરાસ્ત થયા બાદ, માતા સીતાએ હનુમાનજીને અહીં ભોજન કરાવ્યું હતું. કહેવાય છે કે, માતા સીતાએ હનુમાનજીને લાડું ખવડાવ્યા હતા, માટે આ મંદિરમાં તેમને લાડુંનો ભોગ લગાવવામાં આવે છે. અહીં આવનાર ભક્તોની બધી ઇચ્છાઓ માત્ર લાડું અર્પણ કરવાથી જ પૂર્ણ થાય છે. કાનપુરના પંચમુખી હનુમાનની ખાસિયત તે છે કે, અહીં ભક્તોએ કંઇ માંગવું પડતું નથી પરંતુ અંતર્યામી હનુમાન ભક્તોના મનની દરેક ઇચ્છા જાણીને તેને સ્વયં જ પૂર્ણ કરી દે છે.

હનુમાન ગઢી

અયોધ્યાના રાજા ભગવાન રામ છે અને હનુમાનજીને શ્રીરામના સેવક સ્વરૂપમાં જ જોવામાં આવે છે. પરંતુ અહીં હનુમાન ગઢીના રાજા ભગવાન હનુમાનને કહેવામાં આવે છે. અહીંની માન્યતા એટલી વધારે છે કે ભક્ત દૂર-દૂરથી હનુમાન ગઢીમાં બિરાજેલાં હનુમાનજીના દર્શન કરવા આવે છે. હનુમાન ગઢી મંદિરમાં જ્યારે હનુમાનજીની આરતી થાય છે. તે સમયે વરદાન માંગનાર વ્યક્તિની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. કહેવાય છે કે લંકા વિજય પછી હનુમાનજી પુષ્પક વિમાનમાં શ્રીરામ સીતા અને લક્ષ્મણ સાથે અહીં આવ્યા હતાં. તે પછી તેઓ હનુમાન ગઢીમાં બિરાજમાન થઇ ગયાં.

ઝાંસીના હનુમાન

ઝાંસીના હનુમાન મંદિરમાં દરેક સ્થાને પાણી જ પાણી જોવા મળે છે. આ મંદિરમાં પાણી ક્યાંથી આવે છે તે કોઇ જાણતું નથી. પરંતુ હનુમાજીના આ પ્રાચીન મંદિર પ્રત્યે ભક્તોની ખૂબ જ આસ્થા છે. અહીં હનુમાનજીની પૂજા પાઠની બધી જ પ્રક્રિયા પાણી વચ્ચે જ સંપન્ન થાય છે. કહેવાય છે કે આ મંદિરમાં પાણીમાં ઔષધિય તત્વ છે. જેનાથી ચર્મ રોગ દૂર થાય છે.

બંધવા હનુમાન

વિંધ્યાચલ પર્વતની પાસે જ ભગવાન હનુમાન બંધવા હનુમાનના નામથી બિરાજમાન છે. હનુમાનજીની આ પ્રતિમા અહીં ક્યારથી છે તે કોઇ જાણતું નથી. પરંતુ શ્રદ્ધાળુઓનું માનવું છે કે બાલરૂપમાં હનુમાનજી સૌથી પહેલાં એક વૃક્ષથી પ્રકટ થયા હતાં. એવી માન્યતા છે કે આ હનુમાનજી આપમેળે જ વધી રહ્યા છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે મોટાભાગના ભક્તો બંધવા હનુમાનની શરણમાં આવે છે. કહેવાય છે કે જે ભક્ત શનિવારે અહીં લાડું, તુલસી અને ફૂલ અર્પણ કરે છે, તેના પરથી સાડાસાતીનું કષ્ટ દૂર થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *