ગણેશ ચતુર્થી પહેલા જામનગરમાં ચમત્કાર થયો, વૃક્ષમાં ગણેશજી દેખાયા

ધાર્મિક

બે દિવસ બાદ દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાશે, ત્યારે તે પહેલા જામનગરમાં એક વૃક્ષમાં ગણેશ ભગવાન જેવી આકૃતિ જોવા મળી હતી. આ વાત વાયુવેગે ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકો ગણેશજીની આકૃતિના દર્શન કરવા પહોંચી ગયા હતા. ગણેશ ઉત્સવના ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાને પગલે લોકોમાં કુતુહલ સર્જાયું છે.

જામનગર શહેરના 50 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મોડી રાતે આ ઘટના બની હતી. વૃક્ષમાં ગણેશજીની આકૃતિના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા દિગ્વિજય પ્લોટમાં ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા પૂજા અર્ચના કરી ગણેશજીને પ્રસાદ ધરાવવાનું શરૂ કરાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વૃક્ષમાં દુંદાળા દેવના દર્શન થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. સોમવારથી દસ દિવસ સુધી દુંધાળા દેવની સ્થાપના કરવામાં આવે છે. વિવિધ મંડળોમાં ગણેશ સ્થાપના કરાય છે. આ સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ભારતમાં આ દસ દિવસ ભક્તિમય માહોલમાં પસાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *