હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, પૂર્ણ થશે તમામ મનોકામના

ધાર્મિક

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર, મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં મંગળ ગ્રહનો પ્રભાવ ઘટે છે. આ સાથે જ શનિની સાડાસાતી અને મહાદશાને દૂર થાય છે. મંગળવાર અને શનિવાર એ હનુમાનજીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ છે.

એવું કહેવામાં આવે છે કે કોઈપણ ભક્ત કે જે સાચા હૃદયથી હનુમાનજીની પૂજા કરે છે, તેમની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીને બુદ્ધિ અને શક્તિના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળવારે વિશેષ ઉપાય કરવાથી તમને વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે. જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓથી છૂટકારો મળે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો સૌથી શુભ સમય સવાર અને સાંજનો છે. આ દિવસે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત પછીનો સમય ઉત્તમ સમય છે.

આ રીતે કરો પૂજા

મંગળવારના દિવસે સૌપ્રથમ સ્નાન કર્યા પછી લાલ રંગના વસ્ત્ર પહેરીને મંદિર અથવા ઘરમાં પૂજા-પાઠ કરી શકો છો. જો તમે ઘરે પૂજા કરી રહ્યા છો, તો સૌથી પહેલા એક બાજોટ પર લાલ રંગનું કપડું પાથરો. હવે તેના પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ સુંદર કાંડ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજીની આરતી કરો અને ગોળ, કેળા અને લાડુનો પ્રસાદ ધરાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *