શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં આ 5 વસ્તુઓ હોય છે તે ઘરથી ગરીબી કોસો દૂર રહે છે, ઘરમાં જરૂર રાખજો…

વાસ્તુ

રૂપિયા કમાવવા માટે લોકો ઘણા પ્રકારના પ્રયાસો કરે છે. પરંતુ કેટલાંક લોકો સરળતાથી રૂપિયા કમાય છે તો કેટલાંક લોકોનો થોડો પ્રયાસ પણ ઘરની માળખાગત જરૂરીયાતો પૂર્ણ કરી શકતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં તેની પાછળ અમુક કારણો ગણાવવામાં આવ્યાં છે.

જેમકે ઘરના વાસ્તુ દોષોના કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં રૂપિયા થંભવા દેતી નથી. એવામાં ઘરમાં કેટલીક ચીજ વસ્તુઓને રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ક્યારેય પણ રૂપિયાની અછત સર્જાતી નથી.

વિન્ડ ચાઈમ

હવા આવવાથી વિન્ડ ચાઈમથી આવતી મધુર અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તેની સીધી અસર તમારા ભાગ્ય પર થાય છે. વિન્ડ ચાઈમ ઘરના ઘણા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરે છે.

ઘોડાની નાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘોડાની નાળને ખૂબ જ શુભ માનવામાં આવી છે. જો ઘોડાની નાળ પર લીંબુ-મરચા લગાવીને ઘરના દરવાજાની વચ્ચે લટકાવી દેવામાં આવે તો ઘર હંમેશા નકારાત્મક શક્તિઓથી બચે છે. આ સાથે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધી રહે છે. લોકો લગ્ઝરી લાઈફ જીવે છે.

ક્રસુલા વૃક્ષ

ક્રસુલા વૃક્ષને મની ટ્રી પણ કહેવામાં આવે છે. ઘરની ઉત્તર દિશામાં લગાવેલા આ છોડને કારણે ક્યારેય રૂપિયાની અછત સર્જાતી નથી. આ છોડ રૂપિયાને ચુંબકની જેમ ખેંચે છે.

ચાઈનીઝ સિક્કા

ચાઈનીઝ સિક્કાને ચીનના વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ત્રણ સિક્કાને એક લાલ રિબીનમાં બાંધીને ઘરમાં મુકી દો તો ઘરની નકારાત્મકતા દૂર થઇ જાય છે અને ઘરમાં હંમેશા ખૂબ રૂપિયો રહે છે.

લાફિંગ બુદ્ધા

રૂપિયાની થેલી પકડીને ઉભા રહેલા લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાનુ ચીનમાં ખૂબ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે લાફિંગ બુદ્ધાની સ્ટેચ્યુ સવા 2 ઈંચથી વધારે મોટી ના હોય. આ મૂર્તિ રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત સર્જાશે નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *