ભારતમાં માત્ર બે જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિઓ આવેલી છે. જેમાં ઇલાહબાદમાં ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે. અને બીજી ગુજરાતના અરવલ્લી જીલ્લામાં આવેલી છે. ગુજરાતમાં એક માત્ર સુતેલા હનુમાનજીની મૂર્તિ મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલી છે. જેને ભીડ ભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. સુતેલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભુ રીતે પ્રગટ થયેલી છે.
જેનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે. અહી મૂર્તિ પ્રગટ થયા બાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજે હનુમાન જયંતિના દિવસે ૧૦૦ થી વધુ યજમાનો મારુતિ યજ્ઞમાં બેઠા હતા અને ભગવાનને રીજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર હોવાથી અહી દુર દુર થી ભક્તો ઉમટી પડે છે. અહી આવનારની તમામની મુશ્કેલીઓ ભીડ ભંજન હનુમાનજી પૂર્ણ કરે છે.
મહાભારતનો ઈતિહાસ બતાવે છે કે, હનુમાનદાદાએ અર્જુનના રથ ઉપર બેસી યુદ્ધ દરમિયાન પાંડવોની રક્ષા કરી હતી, દાદાની મૂર્તિ પંચધાતુની બનેલી છે, મૂર્તિ પાસે બેસી પ્રાર્થના કરવાથી સર્વે મનોકામનાઓ પૂરી થાય છે, મૂર્તિનું સ્વરૂપ જીવિત લાગે છે.
દર શનિવારે દૂર દૂરથી માણસો દાદાના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે, આ ચમત્કારિક મૂર્તિ પાસે બેસી તમે જે પણ શુભ ભાવનાઓ રજૂ કરશો તેનો પરચો થોડા દિવસોમાં જ મળી જાય છે, તમારું કાર્ય થઇ જાય છે, એક વખત આ મૂર્તિનાં દર્શન કરવાથી ત્યાં વારંવાર જવાની ભાવના થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.