રાવણે માતા સીતાને મહેલના બદલે કેમ રાખ્યાં હતા અશોક વાટિકામાં? જાણો આ શ્રાપ હતું કારણ…

ધાર્મિક

યમરાજને પણ પોતના વશમાં કરનાર રાવણ ને પણ એક શ્રાપ નડતો હતો. જેનાથી રાવણ જીવનભર ડરતો હતો. આ શ્રાપના લીધે જ રાવણ માતા સીતાનું અપ-હરણ કર્યું ત્યારે પોતાના મહેલમાં રાખવાની હિંમત ના કરી શક્યો.

દેશભરમાં અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પુતળાનું પણ દેશભરમાં દહન કરવામાં આવે છે. અને અધર્મ પર ધર્મની થયેલી જીતની ઉજવણી કરવામાં આવે છે.

રાવણ માતા સીતાને મહેલમાં કેમ ન લઈ ગયો?

આ પ્રશ્ન ઘણીવાર ઘણા લોકોના મનમાં આવે છે કે રાવણનો મહેલ એટલો ભવ્ય હતો કે તેની સામે દુનિયાની તમામ વૈભવી વસ્તુઓ નકામી હતી. તેમ છતા માતા સીતાનું અપ-હરણ કર્યા પછી રાવણ તમને તેના ભવ્ય મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં બહાર કેમ રાખ્યો. ખરેખર રાવણે આવું પોતાની મરજીથી નહીં પણ શ્રાપના ભ-યના લીધે કર્યું હતું. આ શ્રાપ જીવનભર રાવણને ડ-રાવતો રહ્યો અને આખરે તેના મૃ-ત્યુનું કારણ પણ બન્યો.

રાવણે અપ્સરા રંભાનો માર્ગ રોકી દીધો હતો:

વાલ્મીકિની રામાયણ કરાયેલા ઉલ્લેખ મુજબ એક સમયે સ્વર્ગની અપ્સરા રંભા કુબેરદેવના પુત્ર નલકુબેરને મળવા જઈ રહી હતી. ત્યારે રાવણે તેને રસ્તામાં જોઈ હતી. અને તેને જોતા જ રાવણ તેના દેખાવ અને સુંદરતાથી મોહિત થઈ ગયો. જેથી રાવણે ખો-ટા ઈ-રાદાથી રંભાનો માર્ગ રોક્યો હતો.

બળ-જબરીથી તેના મહેલમાં લઈ ગયા:

રાવણે જ્યારે માર્ગ રોક્યો ત્યારે રંભાએ હાથ જોડીને તેને છોડી દેવા માટે વિનંતી કરી હતી. રંભાએ કહ્યું કે તે કુબેરદેવ (રાવણના સાવકા ભાઈ)ના પુત્ર નલકુબેરને મળવા જઈ રહી છે. જેથી તે તેની પુત્રવધૂ જેવી છે, પરંતુ રાવણ પર તેની પ્રાર્થનાની કોઈ અસર ન થઈ અને બળ-જબરીથી તેને તેના મહેલમાં લઈ ગયો.

નલકુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો:

ત્યાં રાવણે રંભાની નમ્રતાનું મનસ્વી રીતે અપ-હરણ કર્યું. જ્યારે નલકુબેરને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ ગુ-સ્સે થયો હતો. અને ક્રો-ધમાં આવેલ નલકુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો કે ભવિષ્યમાં જો રાવણ કોઈ પણ વિદેશી સ્ત્રીને તેની મંજૂરી વગર તેના મહેલમાં રાખશે અથવા તેની સાથે દુ-ર્વ્યવહાર કરશે તો તે જ ક્ષણે તે ભ-સ્મ થઈ જશે.

લંકેશ જીવનભર શ્રાપથી ડરતો રહ્યો:

નલકુબેરે આપેલા શ્રાપથી જીવનભર રાવણ ડ-રતો રહ્યો હતો. ઈચ્છા હોવા છતા માતા સીતાને રાવણ પોતાના મહેલમાં લઈ જવાની કે તેના હાથને અડવાની હિંમત ના કરી શક્યો.

રાવણ માતા સીતાને અશોક વાટીકામાં મહેલથી દૂર રાખી સતત માનસિક ત્રા-સ આપ્યો. લગ્ન માટે સતત દબા-ણ કરતો રહ્યો. જો કે રાવણના આ પ્રયાસની માતા સીતા પર કોઈ અસર ના થઈ. અને અં-તમાં રાવણે પોતે કરેલા કર્મોની સજા પણ ભોગવવી પડી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *