દુનિયાનો આ કુદરતી દેશ જ્યાં સૂર્ય ક્યારેય ડૂબતો નથી, રાત્રે પણ દિવસ જેવો પ્રકાશ હોય છે !!

અજબ-ગજબ

દિવસ હોય કે રાત, રાતના અંધારા પછી અંજવાળું આવે જ. પણ શું તમે એવી જગ્યા વિશે જાણો છો જ્યાં ક્યારેય સૂર્ય અસ્ત જ નથી થતો અને રાત પણ નથી થતી. જાણો એવી જગ્યો વિશે. કયા છે દેશ છે જ્યાં રાત નથી થતી.

1 નોર્વેયહ

આ દેશ આકિર્ટક સર્કલની અંદર આવે છે. જેને મધ્ય રાત્રિનો દેશ પણ કહેવામાં આવે છે. મેંથી જુલાઇની વચ્ચે આશરે 76 દિવસો સુધી અંહી સૂરજ અસ્ત થતો નથી. બેશક આ અનુભવને તો ત્યાં જઇને જ અનુભવી શકાય છે.

2 સ્વીડન

સ્વીડન એવો દેશ છે જ્યાં અડધી રાત્રે પણ તડકામાં ચાલવા બહાર નીકળી શકાય તે છે. અહિયાં મેં મહિનાથી ઓગસ્ટ સુધી અડધી રાત્રે સુરજ ડૂબે છે. રાત્રે 10 વાગ્યે પણ સાંજ જેવો માહોલ જોવા મળે છે.

3 આઇસલેન્ડ

આઇસલૅન્ડ ઉત્તરી-પશ્ચીમી યુરોપના ઉત્તરી એટલાન્ટીકમાં ગ્રીનલેન્ડમાં ફરો દ્વીપસમૂહ અને નોર્વે વચ્ચે વસેલો એક દ્વીપીય દેશ છે. પહાડો, નદી, ઝરણા, તળાવ, હિમનદી અને જ્વાળામુખી અહિયાંની શોભા છે. પ્રાકૃતિક સોંદર્યથી ભરપૂર આ દેશમાં મે મહિનાની શરૂઆતથી જુલાઈના અંત સુધી સુરજ નથી ડૂબતો. અંહી 10 મેંથી જુલાઇના અંત સુધી સૂરજ ડૂબતો નથી.

4 કેનેડા

કેનેડા દુનિયાનો સૌથી બીજો મોટો દેશ છે. જે વર્ષમાં લાંબા સમય સુધી બરફથી ઢંકાયેલો રહે છે. જોકે અંહી ઉત્તરી – પશ્ચિમી ભાગમાં ગરમીના દિવસોમાં 50 દિવસ સુધી સૂરજ સતત ચમકતો રહે છે.

5 ફિનલેન્ડ

ફિનલેન્ડ હજારો ઝીલ અને આઇસલેન્ડથી શોભે છે. આ દેશ ઘણો સુંદર અને આકર્ષક છે. ગરમીની ઋતુમાં અંહી આશરે 73 દિવસ સુધી પ્રકાશ આપે છે. ફરવા માટે આ દેશ ઘણો સારો છે.

6 અલાસ્કા

અંહી મેં થી જુલાઇ વચ્ચે સૂરજ અસ્ત થતો નથી. અલાસ્કા તેના સુંદર ગ્લેશિયર માટે જાણીતું છે. હવે કલ્પના કરી લો કે મેં થી લઇને જુલાઇ સુધી બરફને રાતે ચમકતો જોવો કેટલું સરસ લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *