ભારતના આ મંદિરમાં આવેલ સ્તંભ વચ્ચેથી પસાર થતાં ધોવાય છે તમામ પાપ…

ધાર્મિક

હિમાચલ પ્રદેશના લાહોલમાં ત્રિલોકીનાથ મંદિર આવેલ છે. આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કારણ કે આ મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે.

આ મંદિરની ખાસિયત એ પણ છે કે દેશનું આ એક માત્ર મંદિર છે જ્યાં બૌદ્ધ અને હિંદુ ધર્મના લોકો એક સાથે દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં એક દીવા ઘર નામનો કક્ષ છે. જ્યાં ભક્તો એક દીવો પ્રગટાવી ભગવાન સમક્ષ તેમના મનની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમની મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં પૂરી થઈ જાય છે. આ મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો ઉમટે છે.

આ મંદિરની એક અન્ય વિશેષ વાત છે કે તેના અંદરના મુખ્ય દ્વારની બંને બાજુએ બાંધવામાં આવેલ બે સ્તંભ માનવીના પાપ – પુણ્યનો નિર્ણય કરે છે. માન્યતા એ છે કે જે વ્યક્તિને તેના પાપ અને પુણ્ય વિશે જાણવું છે તે આ સાકળા સ્તંભની વચ્ચેથી પસાર થઈ શકે છે. જો મનુષ્યએ પાપ કર્યું હશે તો ભલે તે દુબળો પાતળો હોય પણ સ્તંભની વચ્ચેથી નિકળી શકશે નહી. તેમજ વ્યક્તિ ભલે શરીરમાં ભારે હોય પણ તેણે પુણ્ય કર્યા હશે તો સરળતાથી આ સ્તંભો વચ્ચેથી નીકળી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.