ચોરબજારમાંથી ખરીદેલી 90 પૈસાની ચમચીએ બનાવ્યો લખપતિ, કિસ્સો જાણીને હેરાન થઇ જશો

અજબ-ગજબ

ચોર બજારમાં એવી ઘણી વસ્તુ હોય છે જે સસ્તામાં મળી જાય છે પરંતુ ખરેખર તેની કિંમત વધારે હોય છે. એક વ્યક્તિ સાથે ગજબ ઘટના ઘટી છે.

કિસ્મત સારી હોય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. ગંગૂ તૈલીથી રાજા ભોજ સુધીનો પ્રવાસ ક્યાં ખેડાઇ જાય તેની ખબર પડતી નથી. હાલમાં જ એક વ્યક્તિનું નસીબ એવું ચમક્યું કે તૂટેલી ચમચીના 2 લાખ રૂપિયા મળ્યાં.

90 પૈસામાં ખરીદી હતી ચમચી

એક રિપોર્ટ અનુસાર શખ્સને ચમચી જોઇને અહેસાસ થઇ ગયો હતો કે આ ચમચીમાં કંઇક તો ખાસ છે. જેથી તેણે 90 પૈસામાં આ ચમચી ખરીદી લીધી હતી. બાદમાં તેણે આ ચમચીની તપાસ કરી તો જાણવા મળ્યું કે 13મી શતાબ્દીની રોમન યુરોપિયન સ્ટાઇલની છે. શખ્સને વિશ્વાસ થઇ ગયો હતો કે તેના હાથમાં જેકપોટ લાગ્યો છે.

નિલામીમાં 2 લાખમાં વેચાઇ હતી

આ શખ્સે જ્યારે ચમચીની હાલની કિંમત આંકી તો તેની આંખો ફાટી ગઇ હતી. 52 હજાર રૂપિયા તેની કિંમત હતી બાદમાં તેણે ઓનલાઇન ઓક્શન પ્લેટફોર્મ પર મૂકી હતી. આ ચમચીને ખરીદવા માટે લોકો બોલી લગાવી રહ્યાં હતા. આ ચમચી છેલ્લે 1 લાખ 97 હજારમાં ફાઇનલ થઇ હતી અને એક્સ્ટ્રા ચાર્જ જોડ્યા ત્યારે 2 લાખ થઇ ગયા હતા.

આ શખ્સે પોતાની ઓળખાણ છૂપાવી છે પરંતુ તેની ચમચીને નીલામ કરનારી કંપનીએ તસવીર શૅર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સ બૂટ માર્કેટ જતો રહે છે અને ત્યાં તેણે એક સેલર પાસેથી આ ચમચી ખરીદી હતી.

Leave a Reply

Your email address will not be published.