ઘરમાં અચૂક લગાવી લો આ 2 છોડ, સુખ અને સમૃદ્ધિમાં થશે ઝડપથી વધારો

ધાર્મિક

કેટલાક છોડ અને ઝાડની આપણા જીવન પર મોટી અસર રહે છે. જ્યોતિષીઓના આધારે દરેકના ઘરમાં આસોપાલવ અને આમળાનું ઝાડ હોવું જરૂરી છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

આજે અહીં વાસ્તુના આધારે ઘરમાં 2 છોડ અવશ્ય રાખવાની વાત થઈ રહી છે. પહેલું છે અશોકનું વૃક્ષ. જે ઘરના શોકને દૂર કરે છે. અશોકનું ઝાડ ઘરમાં હોવું જરૂરી છે. જો તમે બગીચામાં આસોપાલવનું ઝાડ લગાવો છો તો તે દેખાવમાં સુંદર લાગે છે અને સાથે જ તે તમારા ઘરથી શોક અને નકારાત્મકતાને દૂર રાખે છે અને સાથે જ ઘરની સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

બીજો આ છોડ વાવો

અન્ય છોડમાં તમે આમળાનો છોડ લગાવી શકો છો. હિંદુ ધર્મમાં આમળાની પૂજા કરાય છે. માનવામાં આવે છે કે આ છોડના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. આમળાના છોડને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જો તમે પણ ઘરમાં આ છોડ લગાવો છો તો ઘરમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે.

આમળાના છોડથી થાય છે આ લાભ

ઘરમાં આમળઆનો છોડ લગાવી દેવાથી ઘરમાં સુખ અને ધનનો વધારો થાય છે. જેમ જેમ આ છોડ વધે છે તેમ તેમ ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર કાયમ વધતી રહે છે. તમારી પ્રગતિ નિશ્ચિત છે. આ છોડની નિયમિત સેવા કરવાથી પણ તમને અનેક ગણું પુણ્ય મળે છે. તેમાં પાણી ચઢાવીને અને ખાતર નાંખીને તેને મોટા કરો. તે સ્થાનને પણ સાફ રાખો તે જરૂરી છે.

ક્યાં લગાવશો આ બંને છોડ

જે જગ્યાએ આ બંને છોડ રાખો છો ત્યાં ગંદગી ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. આ બંને છોડની જગ્યાઓને એક મંદિરની જગ્યાની જેમ સાફ રાખો. આ બંને છોડ શુભતા વધારે છે. આ છોડ જ્યારે વાવો ત્યારે ધ્યાન રાખો કે તેના સ્થાને પૂરતો સૂર્યપ્રકાશ આવે. આ છોડ પર તડકો પડશે તો તેનો સારી રીતે વિકાસ થશે. આ બંને છોડ જેમ જેમ વધશે તેમ તેમ તમારા જીવનમાંથી શોક અને દુઃખ દૂર થશે અને સાથે જ સકારાત્કતા પણ વધશે. પોતના ઘરમાં આ બંને છોડ રાખી લો તેનાથી તમને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *