પાંડવકાલીન પ્રાચીન મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક અહિયા દર્શન કરવાથી જ બધા ભક્તોના દુઃખો દૂર થાય છે.

ધાર્મિક

સ્વયં ભીમે રેતીમાંથી બનાવેલ શિવલિંગના દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવ છે ભક્તજનો

પોરબંદરથી 10 કિલોમીટરના અંતરે દૂર કુછડી ગામે પક્ષિમ દિશામાં ઘૂઘવતા સાગર કાઠે ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.  માતા કુંતી તથા પાંચ પાંડવો દેસારટણમાં યાત્રા ધામોમાં દર્શન કરવા નીકળેલા ત્યારે પાંડવોના વસલા ભાઈ ધનુર્ધર એવી ટેક , પ્રતિજ્ઞા હતી કે શિવ પૂજન ર્ચન કર્યા શિવાય અન્ન પ્રાસન (જમવું) નહિ.  ભીમ તથા અર્જુન શિવ પૂજન અર્થે શિવ મંદિરની શોધમાં નીકળ્યા હતા.

સુંદર દરિયા કિનારો અને પવન ચક્કીઓ વચ્ચે આવેલ મંદિર ખાતે પર્યટકોનો જમાવડો રહતો હોય છે

મંદિર ન મળતા ભીમભાઇએ એક યુક્તિ રચી, એક રેતીનો ઢગલો કરી શિવલિંગ આકાર રશી અર્જુનને તુરંત બોલાવ્યા.  અર્જુને રેતીના ઢગલામાં ચક્ષુ લોચન નજર નાખતા જ એ રેતીના ઢગલામાં શિવના પ્રત્યક્ષ દર્શન થયા હતા. પાંડવકાળનું આ મંદિર પશ્ચિમમુખી છે જે પૌરાણિક અને દુર્લભ છે.  આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે પાંડવો અહીં થોડુંક રોકાઈને શિવ આરાધના અને પૂજા કરી વનવાસ પંથે આગળ વધેલ હોવાની લોકવાયકા છે.

હવે તે ઐતિહાસિક સ્મારકની યાદીમાં સચવાઈ રહ્યું છે.  સાથે સાથે સુંદર દરિયા કિનારો અને પવન ચક્કીઓ વચ્ચે આવેલ મંદિર ખાતે પર્યટકોનો જમાવડો રહતો હોય છે.  અહીં ખિમેશ્વર મહાદેવનો વિસ્તાર શાંત છે. આમ તો આખા વર્ષ દરમિયાન ભકતજનો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડે છે.  અને ભગવાન શીવજીના દર્શનનો લ્હાવો લેશે. મંદિરના પુજારી દ્વારા પણ અવારનવાર અલગ-અલગ શ્રૃંગાર દર્શન યોજવામાં આવી રહ્યા છે જેનો લાભ લઇ ભક્તજનો પણ ધન્યતા અનુભવે છે.

પાંચ પાંડવોની સ્મૃતિ પાળિયા સ્વરૂપે અહીં મોજૂદ છે:

શ્રી ખીમેશ્વર મહાદેવ-કુછડી ખાતેનું ગુજરાતનું એવું અદ્વિતીય મંદિર છે, જેના પરિસરમાં અન્ય અનેક મંદિરોનો સમૂહ છે. ઈ.સ.ની છઠ્ઠીથી સોળમી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના કુલ સાત મંદિરો અહીં છે. ખુલ્લામાં બાવન વીર અને ચોસઠ જોગણીના પાળિયા છે. પાંચ પાડવોની સ્મૃતિ પાળિયા સ્વરૂપે અહીં મોજૂદ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.