શુભ મુહૂર્ત માટેની સર્વોત્તમ તિથિ એટલે લાભ પાંચમ, જાણો લાભ પાંચમ નું મહત્વ…

ધાર્મિક

લાભ પાંચમ – જ્ઞાન પંચમી સૌભાગ્ય લાભ પાંચમનું ગુજરાતમાં ખુબજ મહત્વ રહેલું છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે. ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.

લાભ પાંચમનો દિવસ કોઈ પણ નવું કામ શરુ કરવા માટે અધિક શુભ ગણાય છે. ગુજરાતમાં આ દિવસનું ઘણું મહત્વ રહેલું છે. આ દિવસ ગુજરાતમાં ખૂબ જ ધૂમ ધામ સાથે મનાવવામાં આવે છે. આ દિવસથી ત્યાં વ્યવસાયી લોકો નવા બહીખાતાં શરુ કરે છે જેને ખાતું કહી શકાય છે. આમાં સૌ પહેલાં કુમકુમથી જમણી બાજુ શુભ અને ડાબી બાજુ લાભ લખે છે અને એની વચમાં સ્વસ્તિક ચિન્હ બનાવે છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરે છે, જૈન સમુદાય જ્ઞાનવર્ધક પુસ્તકની પૂજા કરે છે અને સાથે જ અધિક બુદ્ધિ જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.

વેપાર શરુ કરતા પહેલા મંત્ર જાપ :-

શાસ્ત્રો પ્રમાણે આ દિવસે શુભ સમય જોઈ પોતાના ધંધાની શરુઆત કરવી જોઈએ. ગણેશજી, લક્ષ્મી અને પોતાના ઈષ્ટ દેવને તિલક લગાવી, ફુલ – હાર કરી તેમની પ્રાર્થના કરવી કે, તમારો વેપાર નવા વર્ષે ખુબ ફુલે ફાલે. ભગવાનનુ નામ લઈ નારિયેળ વધેરવુ જોઈએ. પૂજા કર્યા બાદ ‘ઓમ મહાલક્ષ્મયૈ નમ:’ અને ‘ઓમ કુબેરાય નમ:’ મંત્રનો 11 વખત જાપ કરવો.

લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે. ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે ગણેશ ભગવાનની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે ગણેશજી વિઘ્ન હ-રતા તો કહેવાય જ છે સાથે કોઈપણ શુભ કાર્યો કરવા પહેલાં એમની વંદના કરવી જોઈએ તેથી નવા વરસની શરૂઆત સાથે રજાઓ ગાળ્યા બાદ કામકાજ શરૂ કરવા પહેલાં ગણેશજીની આરાધના કરવાનું પણ એટલું જ મહત્વનું હોય છે. લોકો આ દિવસે સત્કર્મો કરવાના અને સારા લાભ થાય એવા સંકલ્પો કરે છે.

લાભ પાંચમના દિવસે કરો આ ઉપાય

લાભ પાંચમના સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરીને આસન ઉપર પૂર્વ દિશાએ બેસવું. લાકડાંનો પાટલો કે બાજોઠ લઈ તેના ઉપર સફેદ સ્થાપન પાથરવું. તેના ઉપર ચોખા ઉપર આંકડાના ફૂલના ગણેશજી બનાવવી તેની સ્થાપના કરો. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

ગણેશજી ઉપર ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ. યાદ રહે આ અક્ષત કોરા ન ચડાવતાં તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવાવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘન ધાન્યની કદી ઓછપ રહેતી નથી. ગોળનો પ્રસાદ ધરાવવો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.