ચોમાસામાં કમરનો દુખાવો વધી જાય તો તરત જ આ દેશી ઉપચાર કરી લો, પેઈન કિલર ખાવી નહીં પડે

હેલ્થ

ચોમાસામાં શરીરમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. ખાસ કરીને મોટાભાગના લોકોને કમરમાં દુખાવો થતો હોય છે. જેથી આજે અમે તમને કમરના દુખાવા માટે બેસ્ટ ઉપચાર જણાવીશું.

કમરદર્દના અનેક કારણો છે. જેમકે માંસપેશીઓ પર વધુ તણાવ, વધુ વજન, ખોટી રીતે બેસવુ, હંમેશા ઉંચી એડીના જુતા કે સેન્ડલ પહેરવા, ખોટી રીતે વધુ વજન ઉઠાવવુ, શરીરમાં લાંબા સમયથી કોઇ બિમારી હોવી. વધુ નરમ ગાદી પર બેસવુ વગેરે. કમર દર્દથી બચવા માટે કેટલાક ઘરેલુ નુસખા અપનાવવા જેવા છે.

– લાંબા સમય સુધી સૂવાથી સ્પાઇન ધીમે ધીમે નબળી પડવા લાગે છે, તેનુ પરિણામ પીઠ દર્દના રુપમાં સામે આવે છે. જેથી બહુ વધારે ઊંઘવું નહીં.

– કમરના દુખાવા માટે વ્યાયામ કરો. ફરો, ચાલો, સ્વીમિંગ કરો અને સાઇકલ ચલાવો. સ્વીમિંગ વજન ઘટાડે છે અને સાથે સાથે કમર માટે પણ લાભદાયક છે.

– ભારે વજન ઉઠાવવા નીચે નમો ત્યારે ઘૂંટણ સીધા રાખો. યોગ અને કસરત કરો. ન કરી શકો તો 45 મિનિટ ચાલો.

– નારિયેલ તેલમાં ત્રણથી ચાર લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરી દો. ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેલ કાળુ ન થાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

– તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. સવારે અને સાંજે આ તેલથી પીઠમાં મસાજ કરો.

– મીઠું ભેળવેલા ગરમ પાણીમાં એક ટોવેલ નાખીને તેને નીચોવી લો. ઉંધા સુઇને પીઠના ભાગે આ ગરમ ટોવેલ લગાવો. તેનાથી કમરનો દુખાવો તો ગા-યબ થશે જ સાથે સાથે માંસપેશીઓ પરનો તણાવ પણ ઘટશે.

– અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ. તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં લાભ થાય છે.

– સતત એક પોઝીશનમાં બેસીને કામ ન કરો. તમારી સિટિંગ જોબ હોય તો પણ દર 45 મિનિટે ઉભા થઇને ચાલવાની આદત રાખો.

– વધુ પડતા સોફ્ટ ગાદલા પર ન સુવો. સુવા અને બેસવામાં આરામદાયક લાગે તેવા ગાદલા ખુબ હાનિકારક હોય છે. તેની પર સુવાથી સ્પાઇન કોડ શેપલેસ થઇ જાય છે.

– કમરનો દુખાવો ન થાય તે માટે ચા બનાવતી વખતે 5-5 દાણા કાળા મરી અને લવિંગ અને તેની સાથે પીસેલું આદુ મિક્સ કરો. આવી ચા દિવસમાં બેવાર પીઓ.

– ભુજંગાસન, શલભાસન, હલાસન, ઉત્તાનપાદાસન, શવાસન જેવા આસનો કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *