આજ સુધી તમે ધરતી પર થયેલા અનેક ચમત્કારો વિશે સાંભળ્યું હશે. એવી અનેક વસ્તુ વિશે સાંભળ્યું હશે જેને જાણીને આશ્ચર્ય થાય. આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે. તમે ક્યારેય એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે કે જે માંથી તુલસીની સુગંધ આવતી હોય ? જી હાં છત્તીસગઢના સિરપુરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું એક એવું શિવલિંગ જે માંથી કુદરતી રીતે જ તુલસીની સુગંધ આવે છે.
આ શિવલિંગ દેખાવમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવું જ છે. આ શિવલિંગ 2000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સ્થાનિકો આ મહાદેવને ગંધેશ્વર તરીકે પૂજે છે. આ શિવલિંગ સાથે થોડા સિક્કા તેમજ તામ્રપત્ર પણ નીકળ્યા હતા. આ શિવલિંગની ખાસ વાત એ છે કે જ્યારે આ શિવલિંગ જમીનમાંથી નીકળ્યું ત્યારે તેના પર જનોઈ પણ ચડેલી હતી.
આ શિવલિંગમાંથી તુલસીના પત્તાની સુગંધ સતત આવે છે. સ્થાનિકોના મતે આ સુગંધ શિવલિંગના આસપાસના વિસ્તારમાં પણ પ્રસરતી હોય છે. માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ શિવલિંગ 4 ફુટ લાંબુ અને 2.5 ફુટની ગોળાઈ ધરાવે છે. આ શિવલિંગનો રંગ પણ સવારથી સાંજ સુધીમાં ચાર વખત બદલે છે. આ અનોખા શિવજીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.