ઉત્તર ગુજરાત એક સમયે આનર્ત પ્રદેશ તરીકે જાણીતું હતું. આ આનર્ત નામ પાછળ એક માન્યતા એવી છે કે મનુના પૌત્ર આનર્તના નામ પરથી પણ ઉત્તર ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે જાણીતું થયું હતું. તો બીજી માન્યતા એવી પણ છે કે ઉત્તર ગુજરાતની ભૂમિએ સુખ્યાત નાટય કલાકારો, નર્તકો, સંગીતકારો આપ્યા છે. તેથી તે ભૂમિ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય છે. આવા આનર્ત પ્રદેશમાં વસેલ એક નાનકડું નગર. આ એ નગર કે જ્યાં નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના બેસાણા છે. જ્યાં ર્શિમષ્ઠા તળાવ અને તાનારીરીની યાદ સચવાઈ છે. આવું એ નગર વર્તમાનમાં વડનગર તરીકે જાણીતું છે. અગાઉ આ નગર આનંર્તપુર, આનંદપુર તરીકે ઓળખાતું ત્યાર પછી વૃધ્ધનગર અને વર્તમાનમાં વડનગર તરીકે જાણીતું છે.
ગુજરાત પુરાતત્વ વિભાગના ડીરેક્ટર યદુબીરસિંહ રાવતે ૯ વર્ષ અગાઉ ર૦૦૯માં સરફેશ સર્વે કર્યો હતો જેમાં તારંગાની ગીરીમાળઓમાં રહેલા હાલનાં તારણ અને ધારણ નામની બે બહેનો જેઓને બૌદ્ધો દ્ધારા દેવી તરીકે પૂજવામાં આવતી હતી. બૌદ્ધ ધર્મમાં તારાદેવીને શક્તિનાં દેવી તરીકે પૂજવામાં આવતા હતા. આ વાતનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે થાઈલેન્ડના સ્કોલર પ્રોફેસર ઈસ્કીલીંગ સંશોધન માટે તારંગામાં આવ્યા હતા ત્યારે તેઓએ યદુબીરસિંહ રાવતને જણાવ્યું હતું કે કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં નેપાળથી આવેલું અને પાંડુલીપીમાં લખાયેલું પુસ્તક છે જેમાં બૌદ્ધના દેવી તારાદેવીનું ચિત્ર છે અને તેઓની પાછળ જે ગુફાઓ પ્રતિત થઈ રહી છે તે તારંગા જેવી જ ગુફાઓ પ્રતિત થતી હોવાથી તે જ હોઈ શકે છે.
રાજ્યના પુરાતત્વ વિભાગે સંશોધન દરમ્યાન જે પુરાવાઓ એકત્રિત કર્યા છે તેમાં એક કિલ્લા જેવી દિવાલનો પણ સમાવેશ થાય છે અને તે ઉંચાઈ પર આવેલ છે. આ કિલ્લો સદીઓ પહેલાંના સમયમાં રાજ્યના પ્રવેશદ્ધારા પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે કારણ કે હાલમાં પણ અહીં ઉભા રહીને દૂર દૂર સુધી કોઈ આવતું જતું હોયતો આસાની થી તેના પર નજર રાખી શકાય છે.
તારણધારણ માતાજીના મંદિરની પાછળના ભાગમાં લોકો દ્ધારા ઉપરાછાપરી એક બીજા પર ૭ પત્થરો ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને જો આ પત્થરો ગોઠવવામાં સફળતા મળી જાય તો ભક્ત જે કોઈ ઈચ્છા વ્યક્ત કરે માતાજી સમક્ષ તો તે માતાજી પૂર્ણ કરતાં હોવાની માન્યતા છે.
તારણધારણ માતાજીનું મંદિર ખેરાલું સતલાસણા હાઈવે પર આવેલ ભીમપુર પાટીયાથી ૩ કિમી પૂર્વ તરફ અંદર આવેલું છે. અહીં જવા માટે પાકો રોડ પર બનાવવામાં આવ્યો છે. અહીં લીલુંછમ અને કુદરતી વાતાવરણ હોવા ઉપરાંત જંગલ વિસ્તાર હોવાથી મનને શાંતિ અનુભવાય છે તેમજ લોકો એક દિવસની પિકનિક કરવા માટે પણ અહીં આવે છે. પરંતું અહીં આવનાર લોકોએ જંગલમાં ફરતા અ-જગરો અને સાપથી સાવચેત રહેવું હિતા-વહ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.