એક એવું મંદિર, જ્યાં પ્રસાદ રૂપે અપાય છે ‘માટી’ કોઈ પણ મનોકામના થાય છે પૂર્ણ…

ધાર્મિક

શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક જ્યાં અપાય છે પ્રસાદ રૂપે વાવની માટી.  અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટેમાં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે.  ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થાનું સ્થાન બન્યું છે.  આશ્ચર્યની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી.  આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ 350 વર્ષ પુરાણી માનવામાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યા એ માતાજીએ પરચો પૂર્યો હોવાની પણ માન્યતા છે.

વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવાથી પાણીની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું.  કાળે દુકાળે પણ અહિં પાણી ખૂંટતું નથી.  આ વાવની માટી શ્રદ્ધાળુઓ પુત્ર પ્રાપ્તિ, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે લઈ જાય છે.  અને અહીં બાધા રાખતા જોવા મળે છે.  અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘેર મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે.  અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવાની પ્રથા જોવા મળે છે.  ભક્તોને આ વિષે પૂછતાં અનેક લોકોએ આ માટીથી માતાજીએ અનેક કામ કર્યા હોવાનું જણાવી તેમને તેમાં અનન્ય આસ્થા હોવાનું જણાવ્યું હતું.

વાવ મંદિરના પૂજારી રૂપેશ રાવલ જણાવ્યું હતું કે 350 વર્ષ પૂર્વે અમદાવાદ નવાપુરાથી સંઘમાં નીકળેલા વલ્લભ ભટ્ટે એવું નક્કી કરેલું કે કેબહુચરાજી પહોંચીને જ જલપાન કરશે પરંતુ બહુચરાજી થી 1 કિમિ દૂર આવેલી હાલની વલ્લભ ભટ્ટની વાવની જગ્યાએ આવી પહોંચતા,  તે એટલાં તરસ્યાં થયા કે આગળ જવા અસમર્થ થઈ ગયા.  તે ત્યાંને ત્યાં જ બેસી ગયા અને માતાજીને પ્રાર્થના કરી કે તારા મંદિર સુધી પહોંચવા અસમર્થ છું,  તું અહીં જ દર્શન આપ.  તારી કૃપા થાય તો જલપાન કરીને મંદિર સુધી પહોંચી શકું.  આમ ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલા એક પથ્થરને હટાવવાનું કહ્યું હતું.  આમ વલ્લભભટ્ટ દ્વારા એ પથ્થર હટાવતા જ પાણીની ધારા ફૂટી હતી.  તેઓ અને સાથી સંઘના લોકો આ પાણી પીધા બાદ જ બહુચરાજી પહોંચ્યા હતા.  ત્યારથી આ ધરો વલ્લભ ભટ્ટનો ધરો તરીકે ઓળખાતો હતો.  કાળક્રમે તે વાવમાં પરિવર્તિત થતાં હવે તેને વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખવામાં આવે છે

શ્રદ્ધાળુ ગાંધીનગરથી આવેલા શ્રદ્ધાળું મોનીલ રાવલનું કહેવું છે કે આ વાવની માટીથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઇ હોવાનું સ્થાનિકો તેમજ પૂજારી જણાવી રહ્યા છે.  તડ ઉપરાંત વીઆઈપી કક્ષાના લોકો જ નેતા પણ આ વાવની માટી બધા રૂપે લઈ જતા હોવાનું પણ જાણવા મળ્યું છે.  આમ આ વાવની માટીમાંથી બહુચરાજી મંદિ ને વર્ષે અંદાજે 10 લાખ આસપાસની આવક પણ થતી હોવાનું પણ જાણવા મળે છે.

શ્રદ્ધાળુ ગુણવંત બારોટ કહે છે કે બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી શુશોભિત છે.  માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સૂરોથી પણ આ મંદિર ગુંજી રહ્યું છે.  નાના ભૂલકાઓ માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાલ ક્રીડાંગણ પણ બનાવેલું હોવાથી પરિવારો અહીં મોટી સંખ્યામાં આવે છે.  હાલ આ બહુચરાજીનું મંદિર એક પર્યટક સ્થળ બની ગયું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *