ઉંદર ભગવાન ગણેશનું વાહન કેવી રીતે બન્યું? જાણો પૌરાણિક કથા…

ધાર્મિક

ગણેશ ઉત્સવ ચાલી રહયો છે ત્યારે આજે તમને આ નિમિતે ગણેશજીનું વાહન ઉંદર કેમ છે તેની પાછળની એક ખૂબ જ રસપ્રદ વાર્તા જણાવીએ. એકવાર ઇન્દ્રની સભામાં કૌંચ નામનો એક મહાન ગંધર્વ સભામાંથી ઉઠીને બહાર જવા માંગતો હતો, ત્યારે અજાણતા તેમનો પગ મુનિવર બામદેવને અડી ગયો. પોતાની સાથે થયેલો અનાદરથી જોઈને, મુનિવરે તરત જ કૌંચને શ્રા-પ આપ્યો કે તું ઉંદર બની જઈશ. ગભરાયેલા ગંધર્વે હાથ જોડીને ઋષિને કરુણાપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો તો પછી દયાળુ મુનિએ કહ્યું કે તું દેવાધિદેવ ગજાનનનું વાહન બનીશ, તો તારું દુ:ખ દૂર થઈ જશે.

ત્યારે કૌંચ ગંધર્વ ઉંદર બનીને મહર્ષિ પરાશર ઋષિના આશ્રમમાં પડ્યા. ઉંદર પર્વત જેટલો વિશાળ અને ડરા-વી દેનારો હતો, તેના દાંત ખૂબ જ તી-ક્ષ્ણ અને ભ-ય પેદા કરનાર હતા. શકિતશાળી ઉંદરે પરાશર આશ્રમમાં ભ-યંકર ઉપદ્રવ મચાવ્યો, વાસણોની તોડ-ફોડ કરી અને તમામ ભોજન ખાલી કરી નાખ્યું. બધા સંતોના કપડાં કાતરી નાખ્યા અને તેની પૂંછડીના ફટકાથી આશ્રમના વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા. બગીચો ઉજળી ગયો, આશ્રમની તમામ ઉપયોગી વસ્તુઓ ના-શ થઇ ગઈ, જેને કારણે ઋષિ ખૂબ દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે દુ-ષ્ટોને કારણે આ સ્થળ છોડીને તેમણે બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ. મા-રી જાતને આ આફતમાંથી બચાવવા માટે મારે શું કરવું જોઈએ?  હું કોને યાદ કરું?  મારું આ દુ:ખ કોણ દૂર કરશે?  હું કોનો આશરો લઈશ?  દુઃખી થયેલા પિતાના આવા શબ્દો સાંભળીને તરત જ ગજમુખે ખૂબ જ મધુર અવાજમાં કહ્યું!  આદરણીય પિતા,  હું દુ-ષ્ટોનો ના-શ કરવા જઈ રહ્યો છું,  મારી ચિંતા ન કરો.  જો હું તમને પુત્રના રૂપમાં પ્રાપ્ત થયો છું,  તો તમારી મુશ્કેલીઓ પણ હું જ દૂર કરીશ, તમે મારી કલા જુઓ, આ ઉંદરને હું મારું વાહન બનાવીશ.

મહર્ષિ પરાશરને આટલું કહીને ગજાનને ઉંદર પર સૂર્યની જેમ પોતાનો તેજસ્વી પાશ ફેંક્યો. એ પાશથી આખું અંતરિક્ષ પ્રકાશિત થઈ રહ્યું હતું, જેના ડરથી દેવોએ પોતાનું સ્થાન છોડી દીધું.  તે પાશથી દસ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી,  પાશથી ગજમુખે ઉંદરના ગળાને બાંધી લીધું અને તેને બહાર કાઢવા લાગ્યા.  ત્યારે ડરી ગયેલો ઉંદર બેભાન થઈ ગયો,  થોડા સમય પછી જાગી ગયેલો ઉંદર દુઃખી થઈને વિચારવા લાગ્યો કે અચાનક ભગવાનનો સર્જિત સમય કેવી રીતે આવ્યો.  હું શક્તિશાળી છું ને મારી ગરદન કોણે બાંધી?  પછી જ્યારે ઉંદરે નજીકમાં બેઠેલા ગજમુખના દર્શન કાર્ય ત્યારે તેને જ્ઞાન થયું અને તેણે ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું અને કહેવા લાગ્યો – પ્રભુ, તમે આખા જગતના સ્વામી, જગાયતના કર્તા – ધર્તા અને પાલક છો, હું તમારા દરહસન કરીને ધન્ય થઇ ગયો,  મારા બંને નેત્રો સફળ થઇ ગયા,  હવે તમે મારી પર પ્રસન્ન થાવ.  આ પ્રકારના શબ્દો સાંભળીને ગજમુખ પ્રસન્ન થયા.

તેમણે ઉંદરને કહ્યું કે તમે દેવો અને બ્રાહ્મણોને તકલીફ આપી છે અને દુ-ષ્ટોના વિના-શ અને મુનિઓના સુખ માટે મેં અવતાર લીધો છે,  તું મારા શરણમાં આવ્યો છે એટલે નિર્ભય બની જા.  જો તમારી કોઈ ઈચ્છા હોય તો વરદાન માંગી લે.  આ સાંભળીને ઉંદર ફરી ઘમં-ડી બન્યો અને કહ્યું કે હું તમારી પાસેથી કંઈ માંગવા માંગતો નથી,  જો  તમે ઈચ્છો તો તમે મને વરદાન માટે વિનંતી કરી શકો છો.  ત્યારે ગજમુખે કહ્યું,  જો તારી વાત સાચી હોય તો તું મારું વાહન બની જા,  ઉંદરના તથાસ્તુ કહેવા પર ગજાનન એની ઉપર બેસી ગયા.  ગજાનનના વજનથી ઉંદરને ભારે કા-ષ્ટ થવા લાગ્યો અને તેને લાગ્યું કે હું ફાટી જઈશ, ત્યારે તેણે ગણેશને પ્રાર્થના કરી કે,  પ્રભુ,  તમે એટલા હળવા થઇ જાઓ કે હું તમારું વજન સહન કરી શકું.  ઉંદરનું ઘ-મંડ ખ-તમ થયું અને ગજમુખ તેના વહન કરવા જેટલા હલકા થઇ ગયો.  ગજાનનની આ લીલા જોઈને મહર્ષિ પરાશરે તેમના ચરણોમાં નમીને કહ્યું!  અત્યંત આશ્ચર્ય!  બાળકોમાં આટલો પુરુષાર્થ મેં ક્યારેય જોયો નથી.  જે ઉંદરના પ્રહારથી પર્વત પણ હલી ગયા, એને તમે ક્ષણભરમાં તમારૂ વાહન બનાવ્યું.  આમ ગજાનને ઉંદરને કાયમ માટે પોતાનું વાહન બનાવી દીધું અને મહર્ષિ વામદેવના શાપથી ઉંદર બનેલા કૌંચ ગંધર્વનું પ્રાયશ્ચિત શરૂ થયું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *