ફક્ત આરોગ્ય જ નહી લીંબૂમાં તમારા સંકટને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે આ ખાટી વસ્તુની મદદથી પૈસાની તંગીથી પણ છુટાકરો મેળવીને માલામાલ બની શકો છો. આવો જાણીએ લીંબૂ વિશે આવા જ કેટલાક ચમત્કારિક ટોટકા વિશે માહિતી..
જો તમારો વેપાર ઠીક નથી ચાલી રહ્યો તો મંગળવાર ના દિવસે લીંબૂનો આ ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે.
આ માટે લીંબૂને 4 ટુકડામાં કાપીને ચાર રસ્તા પર જઈને ચારેય દિશામાં લીંબૂનો એક એક ટુકડો ફેંકી દો.
તમારા આવુ કરવાથી દુકાન કે વેપારના સ્થળની નેગેટિવ એનર્જી ન-ષ્ટ થઈ જાય છે.
સખત મહેનત પછી પણ સફળતા નથી મળી રહી તો કોઈ હનુમાન મંદિર જઈને અને તમારા સાથે એક લીંબૂ અને 4 લવિંગ સાથે મુકી સાથે રાખી લો. ત્યારબાદ મંદિરમાં પહોંચીને લીંબૂ પર ચારેય લવિંગ લગાવી દો.
પછી હનુમાનજી સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ત્યારબાદ હનુમાનજી સાથે સફળતા અપાવવાની પ્રાર્થના કરો અને લીંબૂ લઈને કાર્ય શરૂ કરી દો. આ તમારા કાર્યમાં સફળતાની શક્યતા વધારી દેશે.
ઘણા લોકો લીંબુ પર સોઈ લગાવીને તેને બીમાર વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મુકી દે છે.. આ ટોટકા મુજબ આ લીંબુ પર જેનો પણ પગ પડે તેને એ વ્યક્તિની બીમારી લાગી જાય છે અને એ બીમાર વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. પણ તમે આ ટોટકો ક્યારેય ન કરશો.. જે ટોટકો કરવાથી અન્ય કોઈ દુ:ખી થાય એ ટોટકો તમને આગળ જઈને ક્યારેય ખુશી નહી આપી શકે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.