હનુમાનજી ના આ મંદિર માં દર્શન માત્ર થી રોગ, તકલીફ જ નહિ, પરંતુ થી ખતરનાક ભૂત-પ્રેતથી પણ મળે છે મુક્તિ…

ધાર્મિક

રાજસ્થાનના દૌસામાં આવેલું હનુમાન મંદિર તેની ખાસિયત માટે જાણીતું છે. આ હનુમાન મંદિરેથી પ્રસાદ ઘરે લાવી શકાતો નથી.

ભગવાન બજરંગબલીની ભક્તિ સમાજ માટે ઉદાહરણ પૂરું પાડે છે.  આ રીતે હનુમાનજીની ઉપાસનાથી ભક્તોના અનેક કષ્ટ દૂર થાય છે.  દેશમાં અનેક હનુમાન મંદિર પ્રસિદ્ધ છે.  પણ રાજસ્થાનના દૌસાની પહાડીની વચ્ચે આવેલું આ મંદિર પણ ખાસ છે.  તે પોતે પોતાનું અલગ સ્થાન બનાવે છે.

મંદિર સાથે જોડાયેલા છે આ રહસ્યો

મંદિર પોતાના રહસ્યો અને વિચિત્ર દ્રશ્યોના કારણે એક બાનગી ભક્તોને અચરજમાં મૂક છે.  પ્રભુકૃપાથી ભક્તો તેમને નમન કરીને ધન્ય થાય છે.  આ મંદિરમાં ખાસ કરીને ઉપરી બાધાઓથી પીડિતો આવે છે.  હનુમાનજીના ચરણોમાં પહોંચીને વ્યક્તિ પૂર્ણ રીતે સ્વસ્થ થઈને ઘરે જાય છે.

પ્રસાદ ઘરે લઈ જઈ શકાતો નથી

મહેંદીપુર બાલાજી મંદિરમાં લોકો પરિવારના સભ્યો,  સંબંધીઓ કે દોસ્તોની સાથે ઉપરી બાધાથી પીડિત હોવાના કારણે આવે છે.  મંદિરના કોઈપણ પ્રકારના પ્રસાદને તમે પોતે ખાઈ શકતા નથી અને ન તો કોઈને આપી શકો છો.  અહીંથી પ્રસાદને ઘરે લઈ જવાની મનાઈ છે.  એટલું નહીં કોઈ પણ ખાવા પીવાની ચીજો કે સુગંધિત ચીજને તમે અહીંથી ઘરે લઈ જઈ શકતા નથી.  માન્યતા છે કે આમ કરવાથી ઉપરી આત્મા તમારા પર આવી જાય છે.

2 વાગે ભરાય છે દરબાર

મહેંદીપુર બાલાજી મંદિરમાં ઉપરી બાધાઓના નિવારણને માટે આવનારા લોકોની સંખ્યા વધારે રહે છે.  અહીં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની મૂર્તિ પણ છે.  રોજ અહીં 2 વાગે પ્રેતરાજ સરકારના દરબારમાં કીર્તન યોજાય છે અહીં લોકો પર આવેલા ઉપરી આત્માના પ્રભાવને દૂર કરવામાં આવે છે.

બાલરૂપમાં છે બાલાજી

મહેંદીપુર બાલાજી મંદિરમાં બાલાજીની મૂર્તિની સામે ભગવાન રામ સીતાની મૂર્તિ પણ છે.  બાલાજી હંમેશા પોતાના આરાધ્યના અહીં દર્શન કરતા રહે છે.  અહીં હનુમાનજી પોતાના બાલરૂપમાં વિરાજિત છે.  અહીં આવનારા લોકોને માટે નિયમ છે કે તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાથી ડુંગળી, લસણ, નોનવેજ અને દારૂનું સેવન બંધ કરવાનું રહે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.