શિયાળાની ઋતુ હવે શરૂ થવા જઈ રહી છે. ત્યારે ત્વચાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અમે તમને બતાવીએ કે શિયાળામાં ત્વચાની દેખરેખ કેવી રીતે રાખવી જોઈએ.
1). આ ઋતુમાં મોડે સુધી નાહવાથી બચવું જોઈએ. સાથે જ સાબુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને સ્ક્રબનો ઉપયોગ ના કરવો જોઈએ.
2). ન્હાવાનો સમય 10 મિનિટ કરતા વધુ સમય ના રાખવો જોઈએ અને હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
3). સાબુની જગ્યાએ મોઈસ્ચ્યુરાઈઝર ક્લીનઝરનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચાને ડ્રાય નથી બનાવતું અને નુકશાન નથી પહોંચાડતું.
4). જો સ્કીન વધારે ડ્રાય હોય તો સાબુ રહિત ક્લીનઝરનો ઉપયોગ કરો.
5). નેચરલ ક્લીનઝરથી ફેસવોશ કરતા પહેલા રૂના પુમડાને દૂધમાં નાંખો અને આખો ફેસ ક્લીન કરી દો. થોડીવાર સુધી તેને કુદરતી હવામાં સુકાવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. કારણ કે કાચું દૂધ પણ નેચરલ ક્લીનઝર છે. તેનાથી સ્કિન સોફ્ટ થશે.
6). નાહવાના પાણીમાં એક કપ કાચું દૂધ પણ નાંખી શકો છો. તેનાથી સ્કીન કોમળ રહેશે.
7). દહીંમાં બેસન અને થોડી હળદર નાખીને એ પેસ્ટને આખા શરીરે હળવા હાથેથી 3 થી 4 મિનિટ મસાજ કરો અને પછી પાણીથી ધોઈ નાંખો. ગરમ દૂધમાં રવો મિક્સ કરીને તેનો સ્ક્રબ પણ મદદરૂપ થઈ શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.