પાણીને બદલે આ કૂવો માંથી નીકળે છે મોબાઈલ , ટીવી અને કેમેરા જેવી અનેક વસ્તુ ! લેવા માટે લોકોની ભારે ભીડ લાગે છે

અજબ-ગજબ

તમને જાણીને આશ્ચર્ય થશે કે મધ્ય પ્રદેશમાં પાણીની જગ્યાએ એલઇડી ટીવી, કેમેરા અને આધારકાર્ડ બહાર આવી રહ્યા છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે થઈ શકે, પરંતુ હા તે મધ્યપ્રદેશના દમોહમાં બન્યું છે, જ્યાં લોકોને કૂવામાંથી એલઇડી ટીવી, કેમેરા અને આધારકાર્ડ મળતાં લોકો આશ્ચર્યચકિત થાય છે. તેને જોવા માટે લોકોની એક મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોરોની જગ્યા પર પોલીસે કૂવામાં તલાશી લીધી ત્યારે તેમાં ઘણી બેગ મળી આવી, જેમાં એલઇડી ટીવી, કેમેરા, આધારકાર્ડ સહિતની અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હાજર હતી.

ANI.com

ચોરોની જગ્યા પર પોલીસે કુવામાં જાળ ફસાવી ત્યારે એક પછી એક અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બહાર આવવા લાગી અને તેમને જોવા ત્યાં એક ટોળું એકત્રિત થઈ ગયું. પોલીસે કૂવામાંથી અન્ય અનેક વસ્તુઓ પણ મળી આવી હતી. ચોર પૈસા અને ઝવેરાત સિવાય આ કૂવામાં બધું ફેંકી દેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *