આ મંદિરમાં બજરંગબલી આજે પણ બોલે છે રામ રામ…મુર્તિ ખાય છે લાડૂનો પ્રસાદ અને મૂર્તિ લે છે શ્વાસ…

ધાર્મિક

હનુમાનજીનું ચમત્કારી રુપ માણસને દરેક સંકટમાંથી ઉગારી દે છે. એકવાર પણ શ્રદ્ધાથી હનુમાનજીનું નામ સ્મરણ કરવામાં આવે તો મનનો ભય દૂર થઈ જાય છે. હનુમાનજીના ભક્તને કોઈ શત્રુ નુકસાન કરી શકતા નથી. હનુમાનજીના ચમત્કારો વિશે અવાર નવાર સાંભળવા પણ મળે છે. આવું જ એક ચમત્કારી મંદિર ઉત્તરપ્રદેશના ઈટાવામાં આવેલું છે. ઈટાવાથી 12 કિમી દૂર આવેલા એક ગામમાં યમુના નદી પાસે પિલુઆ મહાવીર મંદિર આવેલું છે.

આ મંદિરના હનુમાનજી ભક્તોની મનોકામના તો પૂરી કરે જ છે સાથે જ તે મંદિરમાં હાજર હોવાના સંકેત પણ આપે છે. ભક્તોના જણાવ્યાનુસાર આ હનુમાનજી લાડૂનો પ્રસાદ ગ્રહણ કરે છે. એટલું જ નહીં મૂર્તિ શ્વાસ પણ લેતી હોય છે. શ્વાસ લેવાનો અવાજ મંદિરમાં સંભળાતો રહે છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર અહીં સ્થાપિત મૂર્તિના મુખમાં લાડુ મુકો તો તે ગાયબ થઈ જાય છે. આ ચમત્કાર વર્ષોથી થાય છે. આજસુધી કોઈ જાણી શક્યું નથી કે આ લાડૂ ક્યાં જાય છે. આ હનુમાનજીનો ઈતિહાસ પણ રોચક છે. મંદિરના પૂજારી જણાવે છે કે પહેલા અહીં એક જંગલી ઝાડ હતું જેના મૂળ નીચે એક દિવસ હનુમાનજી દબાયેલા એક રાજાને જોવા મળ્યા. આ રાજાએ તેમને ત્યાંથી કઢાવ્યા અને ત્યાં જ એક નાનું મંદિર બનાવ્યું. ત્યારથી આ મંદિરનું નામ પણ પિલુઆ મહાવીર પડી ગયું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *