સપનામાં સાંપ,શિવલિંગ કે શિવ દેખાય તો તેનો મતલબ શું થાય છે? શિવ તમને આ 3 સંકેત આપી રહ્યા છે.

ધાર્મિક

હિન્દુ ધર્મમાં શિવજીને સૌથી મહત્વના દેવતા માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, સંસારની શરૂઆત તેમનાથી થાય છે અને અંત પણ.

એટલુ જ નહીં તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તમે તેમને ભોળાનાથ, શંકર, અથવા નીલકંઠ પણ કહી શકો છે. જે લોકો શિવભક્ત હોય છે. તેમને શિવજી કોઈને કોઈ સ્વરૂપે દર્શન જરૂરથી આપે છે. ભગવાન શિવ હંમેશા પોતાના ભક્તોના સપનામાં આવે છે.

મનુષ્ય ઉંઘતી વખતે કેટલાય સપના જોતો હોય છે, પરંતુ જો તેને સપનામાં શિવલિંગ અથવા ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુ દેખાય તે શુભ સંકેત છે. તેનાથી જીવનમાં તમામ દુઃખ દૂર થવાના સંકેત મળે છે.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સપનુ કંઈક ને કંઈક સંકેત આપે છે. તેવામાં ઘણા લોકોને એ નથી ખબર હોતી કે સપનામાં શિવજી આવે તો તેનો શું અર્થ થાય છે.

સ્વપ્નમાં શિવલિંગ જોવું

આ સ્વપ્ન તમને ધ્યાનમાં લીન થવાનું કહે છે, પૂર્વ જન્મમાં જેણે શિવજીને જોવા કે પૂજા કરવાની ઇચ્છા રાખી હોય, તેમના માટે આ સ્વપ્ન એક સંદેશની જેમ છે. ધ્યાન લગાવવાથી શિવજીને સ્પષ્ટ જોઇ શકાય છે. સ્વપ્નમાં શિવલિંગ જોયું છે તો તેનો અર્થ તમારો વિજય થશે, તકલીફો દૂર થશે અને ધન વધશે.

શિવ-પાર્વતીના એક સાથે દર્શન

આ સ્વપ્નનો અર્થ છે કે નવા પ્રંસગો તમારા દરવાજે જ છે. ટૂંકમાં તમને લાભ થશે. પ્રવાસ, ભોજન, ધન પ્રાપ્તિ થશે, તથા સારા સમાચાર સાંભવવા મળશે. શિવ અને પાર્વતીને એક સાથે જોવું ખૂબ જ શુભ છે.

તાંડવ કરતા શિવજી

આ આક્રમકતા અને ઝનૂનનો સંકેત છે, કે જે તમારી સમસ્યાઓ ટૂંક સમયમાં જ જતી રહેશે તેનો નિર્દેશ કરે છે. સાથે જ તમને ધન લાભ થશે, પરંતુ થોડો સંઘર્ષ કરવો પડશે.

શિવમંદિર દેખાય તો

આ સ્વપ્નનો અર્થ છે કે તમને બે પુત્રો સંતાન રૂપે પ્રાપ્ત થશે. તેનો એ અર્થ હોઇ શકે છે, સાથે તમે કોઇક બીમારીમાંથી જલદી સાજા થઇ જશો. જો કોઇકને માઇગ્રેઇન કે માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તે બીમારી દૂર થાય છે.

ત્રિશૂલ

આ સ્વપ્ન તમારા પૂર્વ જન્મ, આ જન્મ અને આવતા જન્મ સાથે કોઇક સંબંધ ધરાવે છે, અથવા તો આ સ્વપ્ન તમારા જન્મ, જીવન અને મૃત્યુની પીડા સાથે કોઇક સંબંધ છે. ત્રિશૂલ તમને તમામ પીડાઓ અને સમસ્યાઓમાંથી રાહત આપે છે.

સાપ

સાપ તેવા લોકોને પણ દેખાય છે કે જેમને આર્થિક ફાયદા થવાના હોય, જો કોઇપણ સાપ ફેણ ચડાવ્યું હોય અને તમે તેની પાછળ તરફ જુઓ તો તે તમને શુભ ફળ આપનાર રહેશે. આ સ્વપ્ન દ્વારા નાગદેવતાના તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *