આપણે બધા જાણીએ છીએ કે ગીતા બેન રબારી આજે સમગ્ર દેશભરમાં એક ઉભરતું નામ બની ગયું છે. કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીના ગીતો આવતાની સાથે જ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લે છે. જોકે તેમને આજે કોઈ ઓળખની જરૂરી નથી પંરતુ આજે અમે તમને આ લેખમાં તેમની જીંદગી વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.
કચ્છની કોયલ ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કરછ જીલ્લાના તત્પર ગામમાં થયો હતો. નાનપણથી જ ગાવાનો શોખ ધરાવતા ગીતાબેનને ગયા પાંચ વર્ષની વધુ નામના તથા ઓળખ પ્રાપ્ત કરી છે. જોકે આજે તે ભલે ગમે તેટલી ફેમસ થઈ ગઈ હોય પણ તે પોતાના ગામ સાથે જોડાયેલી છે અને માતાપિતા સાથે ત્યાં જ રહે છે.
ગીતાબેન રબારીએ જાતે જ એક મુલાકાતમાં કહ્યું હતું કે જ્યારે હું શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ ગીતો ગાઉં છું. જ્યારે હું નાની હતી ત્યારે આજુબાજુના ગામમાં ડાયરાનો પ્રોગ્રામ હોય ત્યારે મને ગાવાની તક મળતી હતી અને હું પણ તે તકનો લાભ લઈને લોકોનું મનોરંજન કરતી હતી. આ સિવાય તમને જણાવી દઈએ કે લોકપ્રિય સિંગર કિંજલ દવે પણ તેની ખાસ ફ્રેન્ડ છે અને બને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે.
તમને માહિતી માટે જણાવી દઈએ કે ગીતાબેન રબારી આજે એટલી પ્રખ્યાત બની ગયા છે કે તેઓ એક કાર્યક્રમ કરવાના આશરે 2 લાખ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે. તેમણે જાતે જ કર્યું હતું કે આ મંજિલ સુધી પહોંચાડવા માટે મને ઘણા લોકોએ મદદ કરી છે, જેમાં મનુભાઈ રબારી, દીપક પુરોહિત, રાઘવ ડિજિટલ જેવા ઘણા મોટા નામનો સમાવેશ થાય છે. આ સિવાય તેમને કહ્યું કે અહી સુધી પહોંચાડવા માટે મારા માતા પિતાની પણ આભારી છું, જેમને મને ગીતો ગાવાની મંજૂરી આપી.
હવે આપણે તેમના ગીતોની વાત કરીએ તો તેમણે “રોણા શેરમાં”, “મસ્તી માં મસ્તાની” અને “મા તારા આર્શિવાદ” જેવા ઘણા ફેમસ ગીતો શામેલ છે. જોકે તેમની જિંદગી “રોણા શેર માં” ગીતથી જિંદગી બદલાઈ ગઈ હતી. આ ગીત અપલોડ થતાની સાથે જ 6 કરોડ લોકોએ જોઈ લીધું છે. આમ આ ગીતને લીધે ગીતાબેન ની જીંદગી ઘણી બદલાઈ ગઈ હતી અને દરેક ઘરમાં ઓળખ મળી છે.
સામાન્ય રીતે મોટાભાગના બધા જ સ્ટાર્સ પાસે મોંઘી કાર તો હોય જ છે પણ જો આપણે ગીતાબેન ની વાત કરીએ તો તેમની પાસે પહેલા સ્વિફ્ટ કાર હતી પણ હાલની વાત કરીએ તો તેમની પાસે ઇનોવા કાર છે.
ગીતાબેન રબારીએ ગુજરાત રાજ્ય લેવલના મોટા કલાકારો જેવા કે કિંજલ દવે, કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ, જીગ્નેશ કવિરાજ સહિત ઘણા દિગ્ગજ સિંગર ના નામ શામેલ છે.