વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપે બિરાજે છે મહાદેવ…

ધાર્મિક

માન્યતા છે કે આ મંદિરમાં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે

દ્વાદશ જ્યોતિર્લિંગ સિવાય પણ ભારતમાં શિવજીના અનેક પ્રાચીન મંદિર છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામનું પ્રાચીન મંદિર સ્થિત છે. તેને ગોસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે. આ ક્ષેત્રમાં શિવજીએ કામદેવને ભસ્મ કર્યાં હતાં.

બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે સ્કંદપુરાણના કેદારખંડમાં આ તીર્થ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે.  સ્કંદ પુરાણ,  કેદારખંડ, અધ્યાય – 55 માં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવજી માતા પાર્વતીને કહે છે,  આ ગોસ્થળ નામનું દર્શનીય સ્થળ છે.  જ્યાં હું તમારી સાથે નિત્ય નિવાસ કરીશ,  અહીં મારું નામ પશ્વીશ્વર છે.  આ સ્થાનમાં ભક્તોની ભક્તિમાં વધારો થતો જાય છે.  અહીં આપણાં નિશાન સ્વરૂપે જે ત્રિશૂળ છે, તે આશ્ચર્ય કરનાર છે.

જો કોઈ વ્યક્તિ તાકાત સાથે આ ત્રિશૂળને હલાવવાની કોશિશ કરશે તો તેમાં જરાય કંપન થશે નહીં,  પરંતુ ભક્તિ સાથે હાથની સૌથી નાની આંગળીથી આ ત્રિશૂળનો સ્પર્શ કરવામાં આવશે તો તેમાં કંપન થતું જોવા મળશે.

ગોપેશ્વર મંદિર પાસે એક વૃક્ષ છે,  જે દરેક ઋતુમાં એક જેવા ફૂલોથી મહેકતું રહે છે.  કેદારખંડ પ્રમાણે મહાદેવે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને આ સ્થાને ભસ્મ કર્યાં હતાં.

આ સ્થાને ભગવાન શિવજીનું નામ રતીશ્વર પણ પડ્યું,  કેમ કે કામદેવના ભસ્મ થયાં પછી કામદેવની પત્ની રતિએ અહીં એક કુંડની નજીક ઘોર તપ કર્યું અને ભગવાન શિવજીએ તેમને વરદાન આપ્યું કે કામદેવ પ્રદ્યુમન સ્વરૂપે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર બનીને જન્મ લેશે અને ત્યાં જ તમારી તેમની સાથે મુલાકાત થશે.  જ્યાં રતિએ તપ કર્યું,  તે કુંડનું નામ રતિકુંડ પડ્યું.  જેને વૈતરણી કુંડ પણ કહેવામાં આવે છે.  દ્વારકામાં પદ્યુમન સ્વરૂપે કામદેવનો જન્મ થયો અને માયાવતી સ્વરૂપે રતિનો પણ પુનર્જન્મ થયો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *