મહા શિવરાત્રી (Maha Shivratri 2023) એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર ભગવાન શિવની પૂજા કરીને ઉજવવામાં આવે છે.
હિંદુ કેલેન્ડર મુજબ, મહા શિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી (Maha Shivratri) 13 ફેબ્રુઆરી 2023ના ઉજવવામાં આવશે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ (Shiv) અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિ પર થયા હતા. મહાશિવરાત્રીના ખાસ અવસર પર ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે.
માતા પાર્વતીની જેમ, છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે ઉપવાસ રાખે છે અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને તેમની પૂજા કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવના ખાસ આર્શીવાદ પ્રાપ્ત થાય છે.
આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને અવરોધોથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે.
કેવી રીતે કરશો ભગવાન શિવની આરાધના
ફાગણ મહિનાની મહાશિવરાત્રિને વર્ષની સૌથી મોટી શિવરાત્રિ માનવામાં આવે છે. તમારા દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કરો. આ પછી ઘરમાં પૂજા સ્થાન પર પાણીથી ભરેલો કલશ સ્થાપિત કરો. બાદમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓને કલશ સાથે રાખો.
ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, સોપારી, રોલી, મોલી, ચંદન, લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા, બીલીપત્ર, કમળના પાન અને ફળો અર્પણ કરો. પૂજા કરો અને અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરો.
શિવ રાત્રી પૂજા મંત્ર
લોકો આ દિવસે મહામૃત્યુંજય અને શિવ મંત્રનો પાઠ કરે છે. જેથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર રહેશે અને તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.
1. મહામૃત્યુંજય મંત્ર- ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्
2. શિવ મંત્ર- ॐ नमः शिवाय
જો તમે બધી વિધિઓ સાથે પૂજા કરો છો, તો એવું માનવામાં આવે છે કે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.